અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલા તક્ષશિલા બિલ્ડીંગમા આગ લાગી છે. જેમાં ફાયર વિભાગની 5 ગાડી ઘટના સ્થળે પહોંચી છે. તથા બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરી મચી છે. તેમજ 12મા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. જેમાં 2 સિનિયર સીટીઝનને ધુમાડાના કારણે ખાંસી થતા સારવાર અપાઇ છે.
DYMC રમેશ મેરજાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી
ઈલેક્ટ્રિક ડકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જેમાં DYMC રમેશ મેરજાએ પણ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે. તેમજ આગમાં સિનિયર સિટિઝનને સમસ્યા થતા SVP ખેસડાયા છે. તેમજ કોઈ જાનહાની થઇ નથી. તથા 2 સિનિયર સીટીઝનને ધુમાડાના કારણે ખાંસી થતા સારવાર અપાઇ રહી છે. 1 ,11 અને 14 માં માળ પર આગ વધુ હતી. જેમાં ફાયરને કોલ મળતા 2 ગાડી રવાના કરી હતી.
એલિજબ્રિજ વિસ્તારમાં આગની ઘટના સામે આવી
આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ આગ કયા કારણોસર લાગી છે તે હજી સ્પષ્ટ થયું નથી. આગને કારણે સદનસીબે હાલ કોઇ જાનહાનીનાં સમાચાર સામે આવ્યા નથી.આ આગમાં ફસાયેલા લોકોનું ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આ પહેલા પણ નારણપુરા વિસ્તારમાં આવેલી મોદી કેર હોસ્પિટલમાં આગ લાગી હતી. આગની આ દુર્ઘટનામાં પતિ પત્નીના મોત થયા હતા.
પીગમેન્ટના કેમિકલનાં ગોડાઉનમાં આગ લાગી
થોડા દિવસ પહેલા પણ નારોલ વિસ્તારમાં આગનો બનાવ સામે આવ્યો હતો. નારોલની ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં એકાએક આગ લાગી હતી. આનંદ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં રાખેલા રેસીન અને પીગમેન્ટના કેમિકલનાં ગોડાઉનમાં આગ લાગી હતી. આગ લાગતા જ ગોડાઉનમાં કામ કરતા લોકો બહાર દોડી ગયા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. બનાવની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.