અમદાવાદ : શાહીબાગમાં ઘરમાં લાગી આગ, સારવાર દરમિયાન એક કિશોરીનું મોત
અમદાવાદમા વહેલી સવારે એક આગની ઘટના બની છે. જેમાં શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બ્લડિંગના પાંચમા માળે આગ લાગી હતી. જો કે ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચતા હાલમાં આ આગ કાબૂમાં આવી ગઈ છે. તેમજ આગમાં ફસાયેલા તમામ 4 લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે આગ ઓલવવા માટે ફાયરની કુલ 15 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ ઘટનામાં 1 કિશોરીનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું સામે આવ્યું છે. પ્રાંજલ જીરાવાલા જે ઘરમાં ફસાાઇ હતી તેનું સારવાર દરમિયાન મોત થયું છે.
અમદાવાદમાં આજે લાગેલી આગમાં એક 19 વર્ષીય યુવતી જે દાઝી ગઈ હતી તેનું મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ યુવતી તેના કાકાના ઘરે રહેતી હતી. આગમાં તે બાલ્કનીમાં જ ફસાઈ ગઈ હતી. આ યુવતીને ફાયરની ટીમે બચાવી સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી જ્યાં સિવિલથી રાજસ્થાન હોસ્પિટલ રિફર કર્યા બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
View this post on Instagram
આ પણ વાંચો : પ્રતિબંધ છતાં પણ બેફામ વેચાતી ‘ચાઇનીઝ દોરી’, શું પતંગનો શોખ લોકોના જીવ કરતાં પણ સસ્તો ?
જો કે આગ લાગવાનું કારણ અકબંધ છે. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગમાંથી એક મહિલાને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આગની ઘટનામાં કુલ પાંચ લોકો ફસાયા હતા. તે પૈકી એક બાળકીને પણ રેસક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. ઉપરાંત ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
આગની ઘટનામાં કુલ પાંચ લોકો ફસાયા હતા. તે પૈકી 1 બાળકીને પણ રેસક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. ઉપરાંત ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર બાળકીને પણ સારવાર માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવી છે. ફાયરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો છે.
4 વ્યક્તિઓ જાતે જ આવી ગઈ બહાર
ઘટાન અંગે એવી વિગતો સામે આવી છે કે આગ લાગતા જ 4 વ્યક્તિઓ જાતે જ બહાર આવી ગઈ હતી. હાલમાં આગમાં કઈ ફસાયેલું નથી. શિયાળામાં ગિઝર ચાલતા હોય છે ત્યારે પ્રાથમિક તબક્કે એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ગિઝર ફાટવાને કારણે આગ લાગવાની ઘટના બની હતી.