અમદાવાદઃ વસ્ત્રાપુરના ઝાંઝર જ્વેલર્સના માલિક ઉપર વ્યાજખોરની FIR; 20 લાખની સામે 1 કરોડ 43 લાખનું વ્યાજ


2 ફેબ્રુઆરી 2025 અમદાવાદ; વસ્ત્રાપુરમાં આવેલા ઝાંઝર જ્વેલર્સના માલિક વ્યાજખોરીની ફરિયાદ નોંધાઇ છે. જેમાં દુકાને આવતા ગ્રાહકને જરૂરિયાત મુજબ 20 લાખ આપીને દાગીના ગીરવે મુકાવીને 48 લાખ રૂપિયા વ્યાજ લીધું છે. તેમ છતાં કોઈપણ જાતના દાગીના પરત આપ્યા વગર માલિકે 95 લાખ રૂપિયાની માગણી કરી છે. જે અંગે ઝાંઝર જ્વેલર્સના માલિક વસંત શાહ ઉપર વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
દર ત્રણ મહિને 1.50 લાખ રૂપિયા વ્યાજ ચૂકવાયું
વસ્ત્રાપુર પીઆઇએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા મીનાબેન ભટ્ટ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે. જેમાં 2015ની સાલમાં તેમણે અલગ અલગ સમયે તેમના 859 ગ્રામ સોનાના દાગીના ગીરવે મૂકીને વસ્ત્રાપુર તળાવ પાસેથી આવેલા ઝાંઝર જ્વેલર્સના માલિક વસંત પાસેથી 20 લાખ રૂપિયા માસિક અઢી ટકાના વ્યાજે લીધા હતા. જેનું દર ત્રણ મહિને દોઢ લાખ રૂપિયા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. મીનાબેન પટેલ અત્યાર સુધી 48.50 લાખ રૂપિયા વ્યાજ ચૂકવ્યું છે. છેલ્લા બાર મહિનાથી સગવડ ન હોવાથી વ્યાજ ચૂકવી શક્યા નથી.
વ્યાજખોર વસંત શાહે વધુ 20 લાખની માંગણી કરી
ફરિયાદી મીનાબેનના જણાવ્યા મુજબ 2019ની સાલમાં જ્વેલર્સના માલિક વસંત શાહે 2.5 ટકા વ્યાજની માંગણી કરી હતી. જેનું રેકોર્ડિંગ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યું છે. જે મામલે વ્યાજખોર વસંત શાહ સામે ફરિયાદ નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર મામલે પ્રાપ્ત માહિતી મુજબ જ્વેલર્સના માલિક દ્વારા વ્યાજના વધુ પૈસા માંગણી કરતા મીનાબેન તેમના શોપ ઉપર ગયા હતા અને કહ્યું હતું કે અમારી મૂડી અને વ્યાજના પૈસા બાદ કરી દાગીના તમે વેચાણથી રાખી લો અને બાકીના પૈસા પરત આપો. જે અંગે વસંતે જણાવ્યું હતું કે 2019થી તમારું વ્યાજ ચૂકવવાનું બાકી છે જેથી 95 લાખ રૂપિયા હવે લેવાના નીકળે છે. જે આ મામલાની જાણ પોલીસને કરાઈ હતી.