અમદાવાદમાં રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાયો, જાણો કયા તાપમાન ઘટ્યું


- પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડતાં રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો
- અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટીને 21.6 ડિગ્રી થયુ
- પાટનગરનું તાપમાન ગગડીને 19 ડિગ્રીએ પહોંચ્યું
અમદાવાદમાં રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાયો છે. જેમાં અમદાવાદમાં લઘુતમ તાપમાન 21.6 ડિગ્રી રહ્યું છે. પાંચ દિવસમાં પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડયો છે. તેમજ મોડી રાત્રે અને વહેલી વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેમાં પાટનગરનું તાપમાન ગગડીને 19 ડિગ્રીએ પહોંચ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ: બાળકોને કફ સિરપ આપતા હોય તો ચેતી જજો, દવા કંપનીની બેદરકારી સામે આવી
પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડતાં રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો
છેલ્લા પાંચ દિવસમાં રાજ્યના વિવિધ શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડતાં રાત્રી દરમિયાન ઠંડીનો ચમકારો વર્તાવા લાગ્યો છે. અમદાવાદ શહેરનું તાપમાન 25 ડિગ્રીથી ઘટીને 21.6 ડિગ્રી જ્યારે પાટનગર ગાંધીનગરનું તાપમાન ગગડીને 19 ડિગ્રીએ પહોંચી ગયું છે. તાપમાનનો પારો ગગડતાં મોડી રાત્રે અને વહેલી વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે.
આ પણ વાંચો: તથ્ય પટેલે કરેલ અકસ્માતમાં બચી ગયેલા યુવાન માટે પરિવારે 28 લાખ ખર્ચ્યા થતા પરિણામ શૂન્ય
અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટીને 21.6 ડિગ્રી થયુ
હવામાન વિભાગ દ્વારા તાપમાનની પ્રસિદ્ધ કરેલી વિગતો મુજબ, અમદાવાદ શહેરનું લઘુતમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 36.9 ડિગ્રી નોંધાયુ હતુ. આ સિવાય ડીસામાં લઘુતમ તાપમાન 26.1 ડિગ્રી, ગાંધીનગરમાં 23.1 ડિગ્રી, વડોદરામાં 26.4 ડિગ્રી, ભાવનગરમાં 27 ડિગ્રી, દ્વારકામાં 26 ડિગ્રી, પોરબંદરમાં 24.5 ડિગ્રી, રાજકોટમાં 25.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 26.8 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદનું લઘુતમ તાપમાન ઘટીને 21.6 ડિગ્રી, ડીસામાં 22.3 ડિગ્રી, ગાંધીનગરમા 19 ડિગ્રી નોંધાયુ છે.