અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાતવિશેષશતાબ્દી મહોત્સવ

અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ દ્વારા શતાબ્દી વર્ષમાં પ્રવેશ; જાણો ગુજરાત વિદ્યાપીઠ વિશે

6 ડિસેમ્બર 2024 અમદાવાદ: 1920માં દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા દેશનાં નાગરિકોને તૈયાર કરવા માટે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. જે બાદ 6 ડિસેમ્બર 1925ના રોજ ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારે આજે ગુજરાત વિદ્યાપીઠ સ્નાતક સંઘ 100 વર્ષમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહ્યું છે. ત્યારે આ વર્ષે કેવા પ્રકારનું આયોજન ગુજરાત વિદ્યાપીઠનાં સંચાલકો દ્વારા કરવામાં આવી રહ્યું છે આવો જાણીએ!

100 પૂર્ણ થશે, સમગ્ર વર્ષ દરમિયાન કાર્યક્રમોનું આયોજન
ગુજરાત વિદ્યાપીઠ નાટક સંઘના સંયોજક ડો. કૌશિક પટેલે એચડી ન્યુઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે 6 ડિસેમ્બર એટલે કે આજથી શતાબ્દી દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી છે. જેમાં 100 વર્ષ પૂર્ણ થશે, ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલનાયક આચાર્ય ગીદવાણીજીએ સ્થાપના કરી હતી. આખું વર્ષ દરમિયાન શતાબ્દીને લગતા બધા જ કાર્યક્રમો એટલે સ્નાતક સંઘના વિવિધ કાર્યક્રમો કરવાનો વિચાર કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠનાં તમામ સ્નાતકો ગુજરાત વિદ્યાપીઠ સાથે ફરીથી જોડાય તેવી પ્રવૃત્તિઓ અને ગુજરાત વિદ્યાપીઠ આવનારા સમયમાં વધુ પ્રગતિ કરે તે માટેનો આ એક આવશ્યક પ્રયાસ છે.

વિશ્વની અનેક સંસ્થાઓથી અલગ છે ગુજરાત વિદ્યાપીઠ
શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો અનુબંધ કેન્દ્રબિંદુ છે. ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલના ગુજરાતી વિષયના પ્રધ્યાપક બલદેવ મોરીએ જણાવ્યું હતું કે ગુજરાત વિદ્યાપીઠ જીવન ઘડતર ની નોડવેલ છે. અહીંયા જે શિક્ષણ અપાય છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ તથા સંસ્થા અને સમાજ વચ્ચે જે સંબંધો સ્થપાય છે તે વિશ્વની અનેક સંસ્થાઓ દ્વારા કંઈક જુદા જ પ્રકારના છે. અહીંયા શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો અનુબંધ કેન્દ્રબિંદુ છે. અહીંયા ભણતો દરેક વિદ્યાર્થી માત્ર વર્ગમાં સ્ટેચ્યુની જેમ ભણતા વિદ્યાર્થી જેમ નથી, અહીંયા વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે જીવન સંદર્ભના સંબંધો સ્થપાય છે. અહીંના અધ્યાપકોને વિદ્યાર્થીના જીવનની એના પરિવારની દરેક પ્રકારની જાણ હોય છે. વિદ્યાર્થીની આર્થિક પરિસ્થિતિ સામાજિક પરિસ્થિતિ સાથે અહીંના અધ્યાપકો જોડાયેલા છે. રાજ્યમાં અને દેશમાં પત્રકારત્વ ક્ષેત્રે પણ ગુજરાત વિદ્યાપીઠે મોટું યોગદાન આપ્યું છે. રાજ્યની મોટાભાગની પત્રકારત્વની સંસ્થાઓમાં ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ સમાજમાં સારો મેસેજ આપી રહ્યા છે. નીતિવાન બનીને કામ કરી રહ્યા છે. જે અમારા માટે નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે ગૌરવપૂર્ણ વાત છે.

ભુતપૂર્વ વિદ્યાર્થીઓ મહેમાન તરીકે જોડાયા
ડો. કૌશિક પટેલ ઉમેર્યું હતું કે આજે આ કાર્યક્રમમાં આવનારા મુખ્ય મહેમાનો હોય, નિમંત્રકો હોય, ભુતપૂર્વનાં વિદ્યાર્થીઓ હોય કે હાલમાં ગુજરાત વિદ્યાપીઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તમામ લોકોએ હાજરી આપી છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે જોરાવરસિંહ જાદવ, ચંદુભાઈ પટેલ જેવા મહાનુભાવોએ ભાગ લીધો છે.

Back to top button