અમદાવાદ: અમરનાથ યાત્રાએ જનારા યાત્રિકોનો ઉત્સાહ યથાવત્, 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા
- ગુજરાતમાં 99 જગ્યાએથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે
- સિવિલમાં ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર સર્ટિ લેવા માટેની સવલત ઊભી કરાઈ
- શહેરમાં અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા
અમદાવાદથી અમરનાથ યાત્રાએ જનારા યાત્રિકોનો ઉત્સાહ યથાવત્ રહ્યો છે. જેમાં શહેરની સિવિલ, સોલા હોસ્પિટલમાંથી 901 લોકોને ફિટનેસ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે. અમરનાથ યાત્રામાં 3% કિસ્સામાં સર્ટી. ઈશ્યૂ થયા નથી. જેમાં આ વખતે અત્યાર સુધીમાં 405 લોકોને પ્રમાણપત્ર અપાયા છે.
આ પણ વાંચો: ગુજરાત: દિવ્યાંગોને બીજા નવા વાહન પર RTO ટેક્સમાં મળતી રાહત બંધ
અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા
અમદાવાદથી અમરનાથ યાત્રાએ જવા માટે સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં 901 લોકોને હેલ્થ ફિટનેસ સર્ટિફિકેટ ઈશ્યૂ કરાયા છે.જે પૈકી સોલા સિવિલમાંથી 496 અને અસારવા સિવિલમાંથી 405 યાત્રા ઈચ્છુકને સર્ટિ અપાયા છે. સિવિલમાં જે અરજીઓ આવી તેમાં ત્રણ ટકા જેટલા લોકોમાં હૃદય રોગ કે અન્ય બીમારી હોવાનું સામે આવ્યું હતું, આવા કિસ્સામાં સર્ટિ. ઈશ્યૂ કરાયા નથી, પરંતુ વધુ સારવાર માટે તેમને જે તે હોસ્પિટલમાં રિફર કરાયા હતા.
ગુજરાતમાં 99 જગ્યાએથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે
અસારવા સિવિલના સૂત્રો કહે છે કે, ગતવર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધીના અરસામાં 446 જેટલા ફિટનેસ સર્ટિફિકેટ અપાયા હતા. આ વખતે અત્યાર સુધીમાં 405 લોકોને પ્રમાણપત્ર અપાયા છે. એકંદરે અમરનાથ યાત્રા માટેનો ઉત્સાહ યથાવત્ છે. ગુજરાતમાં 99 જગ્યાએથી સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે. તબીબોનું કહેવું છે કે, અમરનાથ યાત્રાએ ઊંચાઈવાળા સ્થળે જવા માટે જે તે વ્યક્તિ સક્ષમ છે કે કેમ, જેમ કે ચાલવાની તકલીફ તો નથીને, ફેફસાંની ક્ષમતા, કાર્ડિયાકને લગતી તકલીફ સહિતની બાબતોની ચકાસણી કરીને, ફિટનેસ સર્ટિ. આપવામાં આવે છે. સિવિલમાં ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર અમરનાથ યાત્રા ઈચ્છુકો માટે સર્ટિ લેવા માટેની સવલત ઊભી કરાઈ છે.