અમદાવાદ: AMCની ઈવેન્ટમાં ડેકોરેશનના કામમાં મોનોપોલી ધરાવતા ગાંધી કોર્પોરેશનના ઈજારાનો અંત
- ગાંધી કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવા મામલે કોર્ટ વિવાદ સર્જાયો
- સતત સાત વર્ષના કોન્ટ્રાક્ટરના સ્થાને હવે મેસર્સ રિસોર્સને કામ સોંપશે
- સ્ટેન્ડિંગમાં દરખાસ્તમાં મે. રિસોર્સને રૂ. 18 કરોડ ચૂકવવામાં આવશે
અમદાવાદમાં AMCની ઈવેન્ટમાં ડેકોરેશનના કામમાં મોનોપોલી ધરાવતા ગાંધી કોર્પોરેશનના ઈજારાનો અંત આવ્યો છે. જેમાં AMCની ઈવેન્ટમાં ડેકોરેશનનું કામ ગાંધી કોર્પોરેશનની હકાલપટ્ટી કરાઈ છે. સતત સાત વર્ષના કોન્ટ્રાક્ટરના સ્થાને હવે મેસર્સ રિસોર્સને કામ સોંપશે.
આ પણ વાંચો: ગુજરાતમાં ઠંડીને લઇ હવામાન વિભાગની આગાહી
સ્ટેન્ડિંગમાં દરખાસ્તમાં મે. રિસોર્સને રૂ. 18 કરોડ ચૂકવવામાં આવશે
સ્ટેન્ડિંગમાં દરખાસ્તમાં મે. રિસોર્સને રૂ. 18 કરોડ ચૂકવવામાં આવશે, ગાંધી કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવા મામલે કોર્ટ વિવાદ સર્જાયો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વિવિધ સ્થળે યોજાતા જાહેર કાર્યક્રમો, સમારોહ, ઈવેન્ટમાં મંડપ, ડેકોરેશન, ઈવેન્ટ રિલેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંલગ્ન કામગીરી માટે મે. રિસોર્સને એક વર્ષ માટે કામગીરી સોંપવાની હિલચાલ હાથ ધરાઈ છે. આ હેતુસર આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મંજૂર કરાશે. આ કામગીરી માટે ચાર પક્ષકારોએ ટેન્ડર ભર્યા હતા અને તે પૈકી સૌથી ઓછા 75.15 ટકા ભાવની મે. રિસોર્સના ટેન્ડરને મંજૂર કરવામાં આવ્યું છે અને AMC દ્વારા મે. રિસોર્સને રૂ. 18 કરોડ ચૂકવવામાં આવશે.
આ પણ વાંચો: ગુજરાત: મુસાફરીમાં અજાણ્યો માણસ બિસ્કિટ આપે તો રહેજો સાવધાન
મે. રિસોર્સને આ કામગીરીનો કોન્ટ્રાક્ટ સોંપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત
આમ, છેલ્લાં કેટલાંક વર્ષોથી AMCના જાહેર કાર્યક્રમો, સમારોહ, મંડપ, ડેકોરેશન, ઈવેન્ટ રિલેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંલગ્ન કામગીરી સંભાળતા ગાંધી કોર્પોરેશન ‘આઉટ’ થશે. ઉલ્લેખનીય છે કે, AMC દ્વારા આ કામગીરી માટે ટેન્ડર પ્રોસેસ હાથ ધર્યા વિના ગાંધી કોર્પોરેશનને છેલ્લાં 4 વર્ષથી મુદત વધારી આપવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર, AMC દ્વારા જાહેર કાર્યક્રમો, સમારોહ, ઈવેન્ટમાં મંડપ, ડેકોરેશન, ઈવેન્ટ રીલેટેડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સંલગ્ન કામગીરી માટે ગાંધી કોર્પોરેશનની સોંપેલ કામગીરીમાં વખતો વખત લંબાવાયેલી મુદત તા. 31 ઓક્ટોબર, 2023ના રોજ પૂરી થનાર છે અને આ પ્રકારની કામગીરી માટે મંગાવેલા ટેન્ડરોમાં 4 પાર્ટી પૈકી મે. રિસોર્સના સૌથી ઓછા 75.15 ટકા ભાવ સાથે ક્વોલિફાય થયા છે અને મે. રિસોર્સને આ કામગીરીનો કોન્ટ્રાક્ટ સોંપવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત રજૂ કરાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં કન્સ્ટ્રક્શન સાઈટો માટે પ્રેમ રાખનારા AMCના અધિકારીઓ ભરાશે
ગાંધી કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવા મામલે કોર્ટ વિવાદ સર્જાયો
છેલ્લાં કેટલાંક વર્ષોથી AMCમાં ડેકોરેશનના કામગીરીનો કોન્ટ્રાક્ટ મેળવીને મોનોપોલી ધરાવતા મે. ગાંધી કોર્પોરેશનના ઈજારાનો અંત આવશે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં મે. ગાંધી કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ભરવા મામલે કોર્ટ વિવાદ સર્જાયો હતો. AMC દ્વારા અગમ્ય કારણોસર ટેન્ડર પ્રોસેસ કર્યા વિના ડેકોરેશનની કામગીરી માટે ગાંધી કોર્પોરેશનને છેલ્લાં ચાર વર્ષથી એટલેકે તા. 18-7-2019થી તા. 31-10-2023 સુધી સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ મંજૂર કરીને ડેકોરેશનની કામગીરીની મુદતમાં વધારો કરી આપવામાં આવ્યો હતો.