અમદાવાદ : મધ્યાહન ભોજનમાં પૂર્વ-પશ્ચિમનો ભેદ, બજેટ બેઠકમાં આક્ષેપ


- અલ્પાહારમાં પણ પૂર્વના બાળકોને સિંગની સુખડી, સિંગ અને ચણા આપવામાં આવે છે
- સ્ત્રી શકિત સંસ્થાને રૂપિયા ૨૧ કરોડ જયારે અક્ષયપાત્ર નામની સંસ્થાને ૮.૨૫ કરોડ ચૂકવાય છે
- 3૨૯ શાળાઓમાં ૧.૨૭ લાખ બાળકોને તૈયાર ભોજન આપવામાં આવે છે
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન અપાય છે. જેમાં પૂર્વ અને પશ્ચિમનો ભેદ રખાતો હોવાનો આક્ષેપ બજેટ બેઠકમાં અમરાઈવાડીના કોર્પોરેટર જગદીશ રાઠોડે કર્યો હતો.
સ્ત્રી શકિત સંસ્થાને રૂપિયા ૨૧ કરોડ જયારે અક્ષયપાત્ર નામની સંસ્થાને ૮.૨૫ કરોડ ચૂકવાય છે
પૂર્વમાં અભ્યાસ કરતા ૧.૨૭ લાખ બાળકોને ત્રણ દિવસમાં બે જયારે પશ્ચિમમાં અભ્યાસ કરતા ૪૩ હજાર બાળકોને છ દિવસમાં ત્રણ વાનગી અપાય છે. મધ્યાહનભોજન યોજના પાછળ વાર્ષિક રૂપિયા ૨૯.૨૫ કરોડનો ખર્ચ કેન્દ્ર અને રાજય સરકારની ગ્રાન્ટમાંથી કરાય છે. સ્ત્રી શકિત સંસ્થાને રૂપિયા ૨૧ કરોડ જયારે અક્ષયપાત્ર નામની સંસ્થાને ૮.૨૫ કરોડ ચૂકવાય છે.
3૨૯ શાળાઓમાં ૧.૨૭ લાખ બાળકોને તૈયાર ભોજન આપવામાં આવે છે
મ્યુનિ.સ્કૂલબોર્ડના બજેટ ઉપરની ચર્ચા સમયે અમરાઈવાડીના કોર્પોરેટરે કહ્યું, પૂર્વ અમદાવાદમાં વર્ષ-૨૦૦૬થી સ્ત્રી શકિત નામની સંસ્થા દ્વારા 3૨૯ શાળાઓમાં ૧.૨૭ લાખ બાળકોને તૈયાર ભોજન આપવામાં આવે છે. વર્ષ-૨૦૦૭થી અક્ષયપાત્ર નામની સંસ્થા દ્વારા પશ્ચિમ અમદાવાદમાં આવેલી ૧૨૧ શાળાઓમાં ૪૩ હજાર બાળકોને ભોજન આપવામાં આવે છે. સરકારી ગ્રાન્ટમાંથી બાળકોને મધ્યાહન ભોજન આપવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવાછતાં બાળકોના ભોજનમાં પણ પૂર્વ અને પશ્ચિમનો ભેદ રાખવામાં આવે છે.
અલ્પાહારમાં પણ પૂર્વના બાળકોને સિંગની સુખડી, સિંગ અને ચણા આપવામાં આવે છે
અલ્પાહારમાં પણ પૂર્વના બાળકોને સિંગની સુખડી, સિંગ અને ચણા આપવામાં આવે છે.પશ્ચિમ વિસ્તારમાં ભણતા બાળકોને રોસ્ટેડ મસાલા સિંગચણા, સુખડી વગેરે આપવામાં આવે છે. ભોજનમાં વેજપુલાવ, જીરા પુલાવ, દાળ ઢોકળી જેવી અલગ અલગ વાનગી આપવામાં આવે છે. શાહપુરના કોર્પોરેટર અકબર ભટ્ટીએ મહેંદીકુવા પાસેની ગુજરાતી સ્કૂલની બહાર જ ગંદકી રહેતી હોવાની રજુઆત કરી હતી.