અમદાવાદ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. વાતાવરણમાં થયેલ ફેરફારને કારણે શહેરમાં રોગચાળો વધ્યો છે. ગત અઠવાડીયા કરતાં આ અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાલમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુના કેસોમાં ઘટાડો થતાં આરોગ્ય વિભાગ દ્વારા રાહતનો શ્વાસ લીધો છે. તહેવારો પહેલા રોગચાળામાં રાહત મળી છે. પણ હોસ્પિટલમાં દર્દીઓ વધ્યા છે. તથા આ વાતાવરણમાં રોગ ફેલાવાનો ભય રહે છે.
ઓક્ટોબરમાં 9606 જેટલા નમૂના લેવામાં આવ્યા
ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં મચ્છરજન્ય રોગચાળાના આંકડા મુજન સદા મેલેરિયાના 27 કેસ, ઝેરી મેલેરિયાના 08 કેસ, ડેન્ગ્યુના 209 કેસ, ચિકનગુનીયાના 08 કેસ નોધાયા છે. જ્યારે જાન્યુયારીથી અત્યાર સુધીમાં કેસો જોઈએ તો સાદા મેલેરિયાના 1045, ઝેરી મેલેરિયાના 105 કેસ, ડેન્ગ્યુના 1561, ચિકનગુનીયાના 220 કેસ નોધાયા છે. અત્યાર સુધીમાં લોહીના નમૂના 10,79,407 લેવામાં આવ્યા હતા અને ઓક્ટોબરમાં 9606 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. ડેન્ગ્યુના સિરમ સેમ્પલ ઓક્ટોબરમાં 856 અને અત્યાર સુધીમાં 17944 જેટલા લેવામાં આવ્યા છે.
ટાઇફોડના 1944 અને કોલેરાના 30 કેસ નોધાયા
શહેરમાં પાણીજ્ન્ય રોગચાળો જોવામાં આવે તો ઝાડા ઉલ્ટીના 91 કેસ, કમળાના 82 કેસ, ટાઇફોડના 123, કોલેરાના 02, છે. જ્યારે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જોઈએ તો ઝાડાઉલ્ટીના 5371 કેસ, કમળાના 1636, ટાઇફોડના 1944 અને કોલેરાના 30 કેસ નોધાયા છે. પાણીના નમૂના ચાલુ મહિને 198 લેવામાં આવ્યા છે. તેની સામે 22 અનફીટ સેમ્પલ આવ્યા છે. જ્યારે 160845 જેટલી ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. આ ચાલુ મહિનામાં સીઝનલ ફ્લૂના કેસો 25 જેટલા નોધાયા છે. જોકે ગત મહિના કરતાં આ મહિને કેસોમાં નોધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. સાથે સાથે દર્દીઓના દાખલ થવાની પણ સંખ્યા હવે ઓછી થઈ છે.