અમદાવાદ: ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કુરિયર મારફતે કરોડોનું ડ્રગ્સ પકડાયું; રમકડા ખાધ પદાર્થની આડમાં ઓનલાઈન ડિલિવરી


13 માર્ચ 2025 અમદાવાદ; શહેરમાં તહેવારો પહેલા ફરી એકવાર ક્રાઈમ બ્રાન્ચને મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવ્યું છે. જેમાં રમકડા ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સ મંગાવવામાં આવી રહ્યું હતું. ખાસ કરીને આ ઓર્ડર કેનેડા થાઈલેન્ડમાંથી થયા હોવાની શંકા છે જેને ફોરેન પોસ્ટ ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યા છે.
3.45 કરોડનું ડ્રગ્સ રીસીવર પહેલા જપ્ત કરાયું
મહિલા ક્રાઈમ બ્રાન્ચ ACP હિમાલા જોશીએ જણાવ્યું હતું કે અન્ય એજન્સીઓ દ્વારા પેલા કેટલાય સમયથી ડાર્ક વેબ અને અલગ અલગ વીપીએલની મદદથી ઓનલાઇન મંગાવવામાં આવે છે તેવી માહિતી મળતા સતત વોચ રાખવામાં આવી રહી હતી. આ વખતે મળેલી બાતમીના આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી કેટલાક શંકાસ્પદ કુરિયર આવ્યા જેની જાણ થતાં અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે તપાસ કરી તો જથ્થામાં રમકડાને ખાદ્ય પદાર્થની અંદર 3.45 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. જેમાં ચરસ, એમ ડી ડ્રગ્સ તેમજ હાઇબ્રીડ ગાંજો હોવાનું સામે આવ્યું છે. જોકે તહેવારો પહેલા ટ્રકના મોટા જથ્થાને કોઈ રીસીવર કરવા આવે તે પહેલા જ કબજે કરવામાં મોટી સફળતા મળી છે સાથે આ રેકેટના તાર શોધવા માટે યોગ્ય તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
જપ્ત થયેલો મુદ્દામાલ
ACP જોશીએ ઉમેર્યું હતું કે રીસીવર અંગેની તપાસ ચાલી રહી છે યુએસએ કેનેડા થાઈલેન્ડ જેવા દેશોમાંથી ડાર્ક વેબથી આ ઓર્ડર કરવામાં આવ્યો હોવાની શક્યતા જણાઈ રહી છે. કબજે કરેલ મુદ્દા માલની વાત કરીએ તો હાઇબ્રીડ ગાંજો 10550 ગ્રામ જેની કિંમત રૂપિયા 3 કરોડ 12 લાખ 50 હજાર છે. ચરસ 79 ગ્રામ જેની કિંમત રૂપિયા 3,95,000 છે. એમડી ડ્રગ્સ 248 ગ્રામ જેની કિંમત 24 લાખ 80 હજાર છે. સાથે આઇસો પ્રોપાઈલ નાઇટેરર, 25 mlની એક એવી બોટલ 6 નંગ મળીને કુલ જેની કિંમત 3.45 કરોડ થાય છે.
અત્રે મહત્વનું છે કે નવ મહિના પહેલા પણ ફોરેન પોસ્ટ ઓફિસમાં અમેરિકાથી આવેલા પાર્સલમાંથી 3.84 કરોડનો હાઇબ્રીડ ગાંજો લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યો હતો.