અમદાવાદ DRIના અધિકારીઓએ કંડલા-મુન્દ્રા પોર્ટથી રૂ.21 હજાર કરોડની બ્લેકમનીનું કૌભાંડ ઝડપી પાડ્યું


- આ કેસમાં ઘણા ક્લાસ વન અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે
- બ્લેક મની કૌભાંડમાં અન્ય એજન્સીઓ ઊંઘતી રહી પણ DRI સપાટો બોલાવ્યો
- અધિકારીઓએ કાનૂની કાર્યવાહી હાથ ધરીને ત્રણની ધરપકડ કરી
અમદાવાદ ડીઆરઆઈના અધિકારીઓએ કંડલા અને મુન્દ્રા પોર્ટ પર દરોડા પાડીને 21 હજાર કરોડ રૂપિયાની બ્લેક મની ભારત બહાર મોકલવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓએ કાનૂની કાર્યવાહી હાથ ધરીને ત્રણની ધરપકડ કરી છે. આ કેસમાં ઘણા ક્લાસ વન અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી છે.
2023થી 2024 દરમિયાન આ કૌભાંડ કરાયું હતું
ડીઆરઆઈના અધિકારીઓએ જણાવ્યું કે, ‘મુન્દ્રા પોર્ટ પર વિદેશથી આવેલા 50 બોગસ કંપનીઓના વોલપેપર, સર્જીકલ આઈટમ સહિતની અનેક વસ્તુઓનું ઓવર વેલ્યુએશન કરીને નિયમ મુજબ પેમેન્ટ કરીને બ્લેકમની ભારત બહાર મોકલી દેવાયા હતા. 2023થી 2024 દરમિયાન આ કૌભાંડ કરાયું હતું.
મુન્દ્રા એસી ઝેડના ડેવલોપમેન્ટ કમિશનરની પણ સંડોવણી બહાર આવી
આ સમગ્ર કેસમાં ડીઆરઆઈએ તપાસ કરીને કેરી ઈન્ડો લોજિસ્ટિકના માલિક સુનીલ જોઈસર, સુનિલ ગોહિલ અને કસ્ટમ હાઉસ એજન્ટ મુકેશની ધરપકડ કરીને રિમાન્ડ પર લીધા છે. આ ઉપરાંત બીજા બે અધિકારીઓ આશિષ ઠક્કર અને આકાશકુમારની પણ સંડોવણી બહાર આવી છે. આ કેસમાં મુન્દ્રા એસી ઝેડના ડેવલોપમેન્ટ કમિશનરની પણ સંડોવણી બહાર આવી છે. જો કે હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
આ પણ વાંચો: ગુજરાત: હોળી ધુળેટીનો તહેવાર આવતા બજારમાં અવનવી પિચકારીઓ જોવા મળી