અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ: ડો. ઉઝેફે દર્દીના સગાને કહ્યું; હું પણ મિયાંભાઈ છું, કસાઈ છું, મારું કંઈ ઉખાડી નહીં શકો; મગજની નસ ફાટી જતા હાલત ગંભીર

18 જુલાઈ 2025 અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારના મકરબા રોડ ઉપર આવેલી ફેથ હોસ્પિટલ (faith hospital)માં ગુરુવારે રાત્રે દર્દીના પરિવાર સાથે ડોક્ટરોનો વિવાદ સર્જાયો છે. જેમાં પરિવાર અને ડોક્ટરો વચ્ચે વિવાદ વધતા એકબીજા સામે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. આ વિવાદ સર્જયાનું મુખ્ય કારણ દર્દીની મગજની એન્જોગ્રાફી કરી દેતા નસ ફાટી જતા હાલત વધુ ગંભીર થઈ ગઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દર્દીના સગા સંબંધીઓ ભેગા થઈ ગયા હતા અને ડોક્ટરો ઉપર ગંભીર આક્ષેપ કરી દીધા હતા.

ઓપરેશનના 10 લાખ છતા જવાબદારી નહી: પરીવાર
દર્દીના સગા એવા શેખ મોહમ્મદ આસિફે HD ન્યૂઝની ટીમ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ફેથ હોસ્પિટલમાં આવી ઘટના પહેલીવાર બની નથી અગાઉ પણ ત્રણ વખત બની ચૂકી છે આ ચોથી વાર બનાવ બન્યો છે. આ વખતે સૌથી પહેલા સીટી સ્કેન, એમઆરઆઇ દર્દીના કરવામાં આવ્યા હતા જે બાદ હોસ્પિટલમાંથી જણાવ્યું કે દર્દીની હાલત ગંભીર છે તેના મગજમાં જે ગાંઠ છે તે જાનલેવા છે. તમે ઓપરેશન કરાવવા માટે તૈયાર છો! અમોને ડોક્ટરોએ આ ઓપરેશનની 10 લાખ રૂપિયા ફી જણાવી. અમે તૈયાર થઈ ગયા અમે સવાલ કર્યો કે ઓપરેશન થઈ ગયા પછી બીમારી મૂળમાંથી નીકળી જશે. ત્યારે તેમણે કહ્યું કે અમે ગેરેન્ટી ના આપી શકીએ. જે બાદ અમે ઓપરેશન કરવાની ના પાડી દીધી અને અમે અમારા સગાને ડિસ્ચાર્જ કરવાની માગણી કરી. પરંતુ હોસ્પિટલના સ્ટાફે દર્દીને દાખલ કરી દીધો. બે દિવસ સુધી સારવાર કરી જે બાદ એન્જીઓગ્રાફી નામનો રિપોર્ટ તૈયાર કરાવ્યો. ત્યારબાદ પેશન્ટે ઉભા થઈને આમની વસ્ત્રાપુરની બીજી બ્રાન્ચમાં રિપોર્ટ કરાવવા જાતે ગયો. પરંતુ ત્યાં રિપોર્ટ કરાવ્યા બાદ દર્દી પાછો અહીં આવ્યો તો ખૂબ જ હાલત ગંભીર હતી. પછી સરખેજ ફેથ હોસ્પિટલમાં આવીને દર્દી બેહોશ થઈ ગયો જે બાદ અને આ હોસ્પિટલના ડોક્ટર હાથ ઊંચા કરી દીધા અને હજી સુધી દર્દી હોશમાં આવ્યા નથી.

પોલીસે મામલો શાંત પાડ્યો; દર્દીને SVPમાં ખસેડાયો
વિવાદ વધતાની સાથે ફેથ હોસ્પિટલમાં ડો. ઉઝેફે દર્દીના પરિવારને ધમકી આપતા કહ્યું ; હું પણ મિયાંભાઈ છું, કસાઈ છું, મારું કંઈ ઉખાડી નહીં શકો તેઓ હાલ પરિવારજનોનો આક્ષેપ છે. હોસ્પિટલમાં દાદાગીરી કરવામાં આવી રહી છે અને અહીં નકલી ડોક્ટરો સેવા આપી રહ્યા છે તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે જે મામલે સરખેજ પોલીસ પહોંચતા મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો અને દર્દીને તાત્કાલિક ક્યાંથી ડિસ્ચાર્જ કરી SVP હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

Back to top button