અમદાવાદ: ડો. આંબેડકરની 133મી જયંતી નિમિત્તે ભાજપ લોકસભાનાં બન્ને ઉમેદવારોએ સાથે આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી
14 એપ્રિલ અમદાવાદ: 14મી એપ્રિલના રોજ ડો. બાબા સાહેબ આંબેડકરની 133 જન્મ જયંતી નિમિત્તે અમદાવાદમાં સમાવિષ્ટ અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર હસમુખ પટેલ અને અમદાવાદ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર દિનેશભાઇ મકવાણાએ ડૉ બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા, સારંગપુર, અમદાવાદ ખાતે પ્રતિમા પર સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શહેર અધ્યક્ષ અમિત શાહ, શહેરના પ્રભારી સંજય પટેલ, સહ પ્રભારી ધર્મેન્દ્ર શાહ, મેયર પ્રતિભાબેન જૈન, ધારાસભ્ય કૌશિક જૈન, મોરચાના અધ્યક્ષ ભદ્રેશ મકવાણા, મોરચાના તેમજ શહેરનાં વિવિધ પદાધિકારી ઉપસ્થિત રહ્યા હતા. ડૉ બાબાસાહેબને પુષ્પાંજલિ અર્પણ કર્યા પછી અમદાવાદ પશ્ચિમ લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ પૂર્વ લોકસભા ક્ષેત્રમાં જન સંપર્ક રેલીનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
રેલી દરમ્યાન અબ કી બાર 400 પારનાં નારા લાગ્યા
સમગ્ર રેલી દરમ્યાન અબ કી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકારના નારા સાથે લોક સંપર્ક શરૂ કર્યો હતો . ઠેર-ઠેર સમાજના વિવિધ વર્ગો દ્વારા બંને ઉમેદવારઓનું સ્વાગત સત્કાર ગુલાબની પાંખડીઓ, ફૂલમાળા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ મહિલા મોરચાની બહેનોએ કંકુ તિલક કરી ભવ્ય વિજયની અગ્રીમ બધાઈ આપી હતી. તેવામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ ઉત્સાહ પૂર્ણ રોડ શોમાં જોડાયા હતા. શહેર સંગઠન અને સાથો સાથ ભાજપના સમર્થકો ખુબ મોટી સંખ્યામાં રોડ- શોમાં જોડાયા હતા અને બંને ઉમેદવારઓને વિજયી ભવના આશીર્વાદ આપ્યા હતા.
હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા, વિજયનગરમાં પુષ્પાજંલી અર્પણ કરાઈ
ડૉ બાબા સાહેબ આંબેડકર જયંતી નિમિત્તે ભાજપ દ્વારા માત્ર અમદાવાદ જ નહિ પરંતુ સમગ્ર રાજયમાં કરવામાં આવી હતી. ખાસ કરીને હિંમતનગર, પ્રાંતિજ, ઇડર, ખેડબ્રહ્મા, વિજયનગરમાં પણ આંબેડકરની પ્રતિમાને વંદન કરી પુષ્પાજંલી અર્પણ કરાઈ હતી. પ્રાંતિજ ભાખરિયા વિસ્તારમાં અને હિંમતનગરમાં સિવિલ સર્કલ પાસે,ઇડરમાં એપોલો સર્કલ પાસે ભાજપ સંગઠન દ્વારા ડૉ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાજંલી કરવામાં આવી હતી. હિંમતનગર અને પ્રાંતિજમાં સાબરકાંઠા અને અરવલ્લી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર શોભના મહેન્દ્રસિંહ બારૈયાએ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પુષ્પાજંલી અર્પણ કરીને વંદન કર્યા હતા.