ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ બંધ, જાણો શું છે કારણ

Text To Speech
  • ગત વર્ષે દિવાળી પર્વ પર સુરત રેલવે સ્ટેશન ઉપર સર્જાયેલી ઘટનાને પગલે આ વર્ષે રેલવે તંત્ર સતર્ક
  • વરિષ્ઠ નાગરિકો તેમજ તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને માટે આ પ્રતિબંધોમાંથી મુક્તિ
  • મુસાફરોની વધારે રહેતી ભીડને ધ્યાને લઈને આગામી છઠ્ઠી નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ બંધ

રેલવે તંત્ર દ્વારા અમદાવાદના કાલુપુર સ્થિત મુખ્ય રેલવે મથક, અસારવા અને સાબરમતી રેલવે સ્ટેશન પર દિવાળીના તહેવારોમાં વતનમાં અને ફરવા જતા મુસાફરોની વધારે રહેતી ભીડને ધ્યાને લઈને આગામી છઠ્ઠી નવેમ્બર સુધી પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ બંધ કર્યું છે. જેના પગલે મુસાફરોને લેવા કે મુકવા આવનાર લોકો હવે પ્લેટફોર્મ સુધી જઈ શકશે નહીં.

ગત વર્ષે દિવાળી પર્વ પર સુરત રેલવે સ્ટેશન ઉપર સર્જાયેલી ઘટનાને પગલે આ વર્ષે રેલવે તંત્ર સતર્ક

દિવાળી તહેવારની રજાઓ મળતા મોટા ભાગના લોકો પોતાના વતન તરફ અથવા ફરવા નિકળી જતાં હોય છે. રેલવેમાં મુસાફરી સરળ અને સસ્તી હોવાને કારણે આવા સમયે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું વધુ પસંદ કરે છે. આવામાં હાલ દિવાળી નજીક આવતા જ દરેક રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે ગત વર્ષે દિવાળી પર્વ પર સુરત રેલવે સ્ટેશન ઉપર સર્જાયેલી ઘટનાને પગલે આ વર્ષે રેલવે તંત્ર સતર્ક બની ગયું છે. સ્ટેશનો પર સર્જાતી ભીડને નિયંત્રણમાં લાવવા વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ડિવિઝન દ્વારા આગામી છઠ્ઠી નવેમ્બર 2024 સુધી અમદાવાદ, સાબરમતી અને અસારવા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટના વેચાણ પર તાત્કાલિક અસરથી કામચલાઉ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

વરિષ્ઠ નાગરિકો તેમજ તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને માટે આ પ્રતિબંધોમાંથી મુક્તિ

આ પ્રતિબંધથી તહેવાર સમયે મુસાફરોને સ્ટેશન પરિસરમાં અવરજવર કરવામાં સરળતા રહેશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા જણાવ્યા નિર્ણયને પગલે પ્રવાસીઓને મુકવા આવેલા તેના સગા-સંબંધીઓને પ્લેટફોર્મ ટિકિટ ના મળતાં તેઓ અંદર સુધી મૂકવા જઈ શકશે નહીં. જ્યારે વરિષ્ઠ નાગરિકો તેમજ તબીબી સંબંધી જરૂરિયાત વાળા લોકોને માટે આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો: ગુજરાત: દિવાળીના પર્વની શરૂઆતમાં મિશ્ર હવામાન, જાણો ક્યા કેટલું રહ્યું તાપમાન 

Back to top button