ઉત્તર ગુજરાતગુજરાત

અમદાવાદ ધોલેરા અને દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની કામગીરી પુરજોશમાં, નીતિન ગડકરીએ યોજી બેઠક

Text To Speech

ગુજરાતના નેશનલ હાઈ-વે પ્રોજેક્ટ્સની સમીક્ષા માટે આજે ગાંધીનગર ખાતે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના વિવિધ હાઈવે પ્રોજેક્ટ્સ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, કેન્દ્રના સડક પરિવહન મંત્રાલયના અધિકારીઓ, સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

નીતિન ગડકરીની અધ્યક્ષતામાં યોજાઈ બેઠક

ગાંધીનગર ખાતે કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીની અધ્યક્ષમાં ઉચ્ચ સ્તરિય બેઠક મળી હતી. ગાંધીનગર ખાતે મળેલ આ બેઠકમાં ગુજરાતમાં નેશનલ હાઈવેની કામગીરી વિશે ચર્ચા કરવામાં આવી હતી.તેમજ આ બેઠકમાં અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ-વે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેની સમીક્ષા કરવામાં આવી હતી.

નીતિન ગડકરી બેઠક -HUMDEKHENGENEWS

રાજ્યના અન્ય ફોરલેન હાઈવેની કામગીરીનો ચિતાર મેળવ્યો

આ બેઠકમાં રાજ્યના અન્ય ફોરલેન હાઈવેની કામગીરીનો ચિતાર મેળવવામાં આવ્યો હતો. અમૃતસર-જામનગર એક્સપ્રેસ વે અને થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે, અમદાવાદ-શામળાજી સિક્સ લેન, ભાવનગર-સોમનાથ ફોરલેન, પાલનપુર-સામખીયાળી, મોરબી-સામખીયાળી ફોરલેન, ધરોઈ-અંબાજી ફોરલેનની કાર્ય પ્રગતિનો ચિતાર મેળવવામાં આવ્યો હતો.

નીતિન ગડકરી બેઠક -HUMDEKHENGENEWS

આટલો થશે ખર્ચ

નેશનલ હાઈવેના વિકાસ અને સુધારણા માટે 81 કામો માટે ગુજરાતમાં છેલ્લા 8 વર્ષમાં વિવિધ હાઈવે પ્રોજેક્ટ માટે 52 હજાર 775 કરોડ રૂપિયા મંજૂર કરાયા છે. જ્યારે 30 હજાર 908 કરોડ રૂપિયાના 1 હજાર 366 કિમીના 22 કામો આયોજનના તબક્કામાં છે. આમ નેશનલ હાઈવેના બાંધકામ અને સુધારણા માટે ગુજરાતમાં  કુલ 1 લાખ 8 હજાર 690 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આ પણ વાંચો : Amazonમાં છટણીનો દોર યથાવત, 2300 કર્મચારીઓને અપાઈ વોર્નિંગ નોટિસ

Back to top button