ગુજરાત

અમદાવાદ: પોલીસ સ્ટેશનમાં ઘરઘાટીની નોંધણી કરાવી છતાં રૂ. 30.30 લાખ ચોરી કરી ફરાર

Text To Speech
  • પોલીસનો ડર ન હોય તેમ ઘરમાં ચોરી કરી ઘરઘાટી ભાગી ગયો
  • શંકાને આધારે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા ચોર દેખાયો
  • સોના-ચાંદીના અને ડાયમંડના દાગીના ભરેલું લોકર લઇને પલાયન

અમદાવાદમાં પોલીસ સ્ટેશનમાં ઘરઘાટીની નોંધણી કરાવી છતાં નોકર રૂ. 30.30 લાખ ચોરી કરી ફરાર થયો છે. જેમાં સેટેલાઇટમાં સર્ટિફાઇડ ઘરઘાટી ચોરી કરી રફુચક્કર થયો છે. તેમાં દાગીના-રોકડથી ભરેલું લોકર જ ઉઠાવી ગયો છે.

આ પણ વાંચો: અમિત શાહ ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે, જાણો સમગ્ર કાર્યક્રમ

પોલીસનો ડર ન હોય તેમ ઘરમાં ચોરી કરી ઘરઘાટી ભાગી ગયો

પોલીસ સ્ટેશનમાં ઘરઘાટીની નોંધણી કરાવી હોવા છતાં પણ ચોરી કરતા ડર ન લાગ્યો. વેપારીએ ઘરઘાટીના ડોક્યુમેન્ટ સહિતની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપી હતી. સેટેલાઇટમાં આવેલા સુમધૂર સોસાયટીમાં રહેતા કેમિકલ ફેક્ટરીના વેપારીના ઘરમાંથી ઘરઘાટી રોકડ અને સોના-ચાંદીના અને ડાયમંડના દાગીના ભરેલું લોકર લઇને પલાયન થઈ ગયો હતો. વેપારીએ ઘરઘાટીના ડોક્યુમેન્ટ સહિતની તમામ વિગતો પોલીસ સ્ટેશનમાં આપી હતી. તેમ છતાં પોલીસનો ડર ન હોય તેમ ઘરમાં ચોરી કરી ઘરઘાટી ભાગી ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાત યુનિવર્સિટીમાં ઉત્તરવહી ચોરી કૌભાંડના મુખ્ય સૂત્રધાર જેલમાં પણ વોન્ટેડ હજુ પકડાયા નથી

શંકાને આધારે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા ચોર દેખાયો

સેટેલાઇટમાં આવેલ સુમધુર સોસાયટીમાં રહેતા રોહન અગ્રવાલ વટવા જીઆઇડીસીમાં કેમિકલ ફેક્ટરી ધરાવે છે. તેમના ઘરે વેસ્ટ બંગાલનો રમેશ ચક્રબોર્તી બે મહિનાથી ઘરઘાટી તરીકે કામ કરતો હતો. ગત 20 જાન્યુઆરીએ તેમના ઘરે રોહનભાઇની માતા અને ત્રણ નોકર હાજર હતા. બીજા દિવસે રોહનભાઇના પત્ની મુંબઇથી પરત આવ્યા ત્યારે બેડરૂમમાં જઇને જોયુ તો કબાટમાંથી લોકર ગુમ હતું. જેથી તેમણે રોહનભાઇને જાણ કરી હતી. ત્યારે લોકરમાં રૂ. 1.85 લાખ રોકડા, સોના-ચાંદીના અને ડાયમંડના દાગીના મળી કુલ રૂ. 30.30 લાખની મત્તા લોકરમાં મૂકેલ હતી. જેથી રોહનભાઇએ નોકરને બોલાવ્યા હતા પણ રમેશ ચક્રબોર્તી આવ્યો ન હતો. અને તેનો ફોન બંધ આવતો હતો. જેથી શંકાને આધારે સીસીટીવી ફૂટેજમાં તપાસ કરતા રમેશ મોટા થેલો લઇને જઇ રહ્યો દેખાયો હતો. જેથી રમેશે ચોરી કર્યાની જાણ થઇ હતી.

Back to top button