અમદાવાદના શૈક્ષણિક સંકુલ માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદની તમામ શૈક્ષણિક સંસ્થા માટે મોબાઇલના ઉપોગને લઇને ડીઇઓએ પરિપત્ર જાહેર કર્યો છે. અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે માટે શાળામાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવામા આવ્યો છે. અને જો કોઈ મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેની સામે દંડનિય કાર્યવાહી થશે.
સ્કૂલમાં મોબાઈલના ઉપયોગ પર રોક
અમદાવાદની શાળાના શિક્ષકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શિક્ષણાધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. અમદાવાદની સ્કૂલોમાં મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ નિયમ મુજબ શૈક્ષણિક કાર્ય દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરી શકાશે નહીં. અનો જો કોઈ જો શૈક્ષણિક કાર્ય દરમિયાન શિક્ષકો મોબાઈલ ઉપયોગ કરતા જણાશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
શિક્ષકોએ સ્કુલમાં પ્રવેશતા આચાર્યને આપવો પડશે મોબાઈલ
સ્કુલમાં પ્રવેશતાની સાથે જ આચાર્ય પાસે મોબાઇલ જમા કરાવવાનો રહેશે. રિશેષ દરમિયાન જ મોબાઇલનો ઉપયોગ કરી શકાશે. શિક્ષકો વહીવટી કામ અને ઓનલાઇન સ્લાઇડ દર્શાવવા માટે જ આ ફોનનો ઉપયોગ કરી શકશે. આ પરિત્રમાં નિયમનું વ્યવસ્થિત પાલન કરવા માટે આચાર્યને મોબાઇલ રજીસ્ટર બનાવવા પણ સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : કુમાર કાનાણીએ વધુ એક વાર પિત્તો ગુમાવ્યો : મોબાઈલમાં વ્યસ્ત TRB જવાનને જાહેર રસ્તે ખખડાવી નાખ્યો
સ્કૂલમાં મોબાઈલના ઉપયોગ પર શિક્ષકોને થશે દંડ
ઉલ્લખનીય છે કે આ પહેલા પણ શિક્ષણ વિભાગે ચાલુ શૈક્ષણીક કાર્ય દરમિયાન મોબાઇલ ન વાપરવા અંગે આદેશ કરયો હતો. પરંતુ તેનો અમલ સ્કૂલોમાં થતો ન હતો. અને અનેક વખત શિક્ષકો ચાલુ ક્લાસમાં મોબાઇલનો ઉપયોગ કરતા હોવાનુ ધ્યાનમા આવ્યુ હતુ.જેને લઇને અમદાવાદ ડીઇઓએ એક્શમાં આવ્યા છે. અને ચાલુ શૈક્ષણીક કાર્ય દરમિયાન કોઇ શિક્ષક ફોનનો વપરાશ નહી કરી શકે તેવો આદેશ કર્યો છે.
આ પણ વાંચો : વડોદરા : બુલેટ ટ્રેનના બ્રિજની કામગીરી દરમિયાન મોટી દુર્ઘટના, ક્રેન તૂટતા મજૂરો દટાયા,એકનું મોત, 7 ઇજાગ્રસ્ત