અમદાવાદ : FRCની મંજૂરી વગર વધારે ફી વસૂલનાર નિરમા સ્કૂલને DEOએ આપ્યો આ આદેશ
- અમદાવાદની નિરમા સ્કૂલે FRCની મંજૂરી વગર વધારી ફી
- સ્કૂલ 40 ટકા વધારે ફી વસુલતા વાલી મંડળે કરી હતી ફરિયાદ
- DEO સ્કૂલને મંજૂરી વગર ઉઘરાવેલી વધુ ફી પરત કરવા કર્યો આદેશ
અમદાવાદના બોડકદેવમાં આવેલી નિરમા સ્કૂલ ફરી એક વાર વિવાદમા આવી છે. નિરમા સ્કૂલે FRCની મંજૂરી વગર વધુ ફી વસુલી લેવાની ફરિયાદ ઉઠતા DEOએ ફી પરત કરવાનો આદેશ કર્યો છે. આ પહેલા નિરમા સ્કૂલ 40 ટકા ફી વધારે લીધી હોવાની વાલીએ ફરિયાદ કરી હતી. જે બાદ DEOએ સ્કુલનો નોટીસ મોકલી હતી. આ નોટીસનો શાળાએ આપેલ જવાબ સંતોષ કારક ન જણાતા DEOએ સ્કૂલને ફી પરત કરવા આદેશ આપ્યો છે.
નિરમા સ્કૂલને વધારાની ફી પરત કરવા આદેશ
અમદાવાદની બોડકદેવમાં આવેલી નિરમા સ્કૂલને FRCની મંજૂરી વગર વધુ ફી લેતા DEOએ મહત્વનો આદેશ કર્યો છે. અગાઉ નિરમા સ્કૂલ 40 ટકાથી પણ વધારે ફી વસુલતી હોવાની ફરિયાદ વાલીઓએ કરી હતી. જે બાદ DEOએ સ્કુલને નોટીસ મોકલી જવાબ માંગ્યો હતો. ત્યારે નિરમા સ્કૂલે આપેલ જવાબ જવાબ સંતોષ કારક ન જણાતા DEOએ આ આદેશ આપ્યો છે કે મંજૂરી વગર ઉઘરાવેલી વધુ ફી વાલીઓને પરત કરવામા આવે.
વાલીમંડળે કરી હતી ફરિયાદ
મહત્વનું છે કે FRCના નિયમ મુજબ સ્કૂલો 5 ટકાથી વધુ ફી વધારી શકે નહી.તેમ છતા અમુક શાળાઓ FRCના નિયમ વિરુદ્ધ જઈને મનફાવે તેમ તગડી ફી વસુલતી હોય છે. ત્યારે અમદાવાદની નિરમા સ્કૂલે FRCના નિયમ વિરુદ્ધ જઈને વધારે ફી વસુલતા વાલી મંડળે વિરોધ નોંધાવ્યો હતો. નિરમા સ્કૂલે ક્વાર્ટર ફી 22 હજારથી સીધી 31 હજાર કરી દીધી હોવાની ફરિયાદ વાલી મંડળે કરી હતી.
આ પણ વાંચો : વડોદરાના અલકાપુરીમાં ઈન્દ્રપ્રસ્થ કોમ્પલેક્સમાં આગ, 40 કર્મીઓનું રેસ્ક્યૂ