અમદાવાદની એક મેજિસ્ટ્રેટ કોર્ટમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને AAP રાજ્યસભાના સાંસદ સંજય સિંહ સામે ચાલી રહેલી ફોજદારી માનહાનિની ફરિયાદોમાં ટ્રાયલ સ્થગિત કરવાની તેમની વિનંતી સ્વીકારી લેવામાં આવી છે અને એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા હવે આ મામલાની વધુ સુનાવણી આગામી 10 નવેમ્બર કરવાની જાહેર કરવામાં આવ્યું છે.
આ કેસની ટ્રાયલ મુલતવી રાખવાની અરજી વખતે કેજરીવાલ અને સિંહે મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે મેજિસ્ટ્રેટ દ્વારા સમન્સ જારી કરવાને પડકારતી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ તેમની અરજીઓ પેન્ડિંગ છે. વધુમાં, ગુજરાત યુનિવર્સિટી વતી કોઈ સાક્ષી કોર્ટ સમક્ષ હાજર રહ્યા ન હતા. દરમિયાન, ગુજરાત હાઈકોર્ટે 12 ઓક્ટોબરના રોજ મૂળ ફરિયાદી ગુજરાત યુનિવર્સિટીને નોટિસ પાઠવી હતી અને આગામી 3 નવેમ્બરે આ મામલાની સુનાવણી કરવાની છે.
ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ અને સિંહ અમદાવાદમાં ફોજદારી માનહાનિના કેસનો સામનો કરી રહ્યા છે અને શરૂઆતમાં મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા તેમને 15 એપ્રિલના રોજ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા, જેણે ફરીથી 23 મેના રોજ નવેસરથી સમન્સ જારી કર્યું હતું. યુનિવર્સિટીની ફરિયાદ મુજબ, તેના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી હતી, કેજરીવાલે 1 એપ્રિલના રોજ એક પ્રેસ કોન્ફરન્સમાં કથિત રીતે બદનક્ષીભર્યા ઉચ્ચારણો કર્યા હતા અને 2 એપ્રિલના રોજ સિંહે હાઈકોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના આદેશને ફગાવી દીધો હતો.