અમદાવાદટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદઃ વાળીનાથ ચોક, BRTS પાસે પડ્યો ઉંડો ભૂવો, લોકો પરેશાન

Text To Speech

વાળીનાથ ચોક BRTSના મુખ્ય માર્ગ પાસે 6 ફૂટ પહોળો અને 10 ફૂટ ઉંડો ભૂવો પડતા લોકોની ભીડ લાગી હતી.સવારે 10 વાગ્યાની આસપાસ અચાનક ભૂવો પડ્યો હતો ત્યારે ત્યાંથી સવાર વાહનો ભૂવામાં પડવાથી માંડ-માંડ બચ્યાં હતા.સ્થાનિકોના જણાંવ્યા મુજબ, જયારે ભૂવો પડ્યો હતો ત્યારે એક બાઈક અને ટ્રક ચાલક જો 2 મિનીટ ચુક્યા હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત. ભૂવાની નીચેથી ડ્રેનેજ લાઈન પસાર થઇ રહી છે. ભૂવા પડવાનું મુખ્ય કારણ એ છે કે ડ્રેનેજ લાઈન બહું જૂની થઇ છે તેથી કોઈ પણ સમયએ રોડ બેસી જાય છે .જોકે ઘટનાના ટૂંક સમયમાં AMCને જાણ થતા બેરિકેડ લગાવી દીધા હતા. મેઈન રોડ હોવાના લીધે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદમાં હજી માંડ 4 ઇંચ વરસાદ પડ્યો હશે ત્યાં તો 12 સ્થળે રોડ બેસી ગયા અને 6 ભુવા પડી જવાની ઘટનાઓ સામે આવી રહી છે. મ્યુનિ. ના આંકડા પ્રમાણે રવિવારના વરસાદમાં પલ્લવ ચાર રસ્તા, વાળીનાથ ચોક સહિતના વિસ્તારોમાં ભૂવા પડ્યા હતા અથવા રોડ બેસી ગયા હતા.

ગોતા ટીપી-32 રોડ બેસી ગયો 

ગોતા ટીપી-32 રોડ બેસી જતાં મુશ્કેલી ઉભી થઇ હતી. ગોતામાં ટીપી-32 રોડ પર ડ્રેનેજ લાઈનનું કામ ચાલી રહ્યું છે. રવિવારે અચાનક ભારે વરસાદ ખાબકતાંઆ રોડ બેસી ગયો છે અને ચારે બાજુ કાદવ-કીચાવ ફેલાઈ ગયો હતો. તેથી લોકોને મુશ્કેલી પડી હતી. અમદાવાદમાં અલગ-અલગ વિસ્તારમાં ભૂવા જોવા મળી રહ્યા છે ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે અત્યારે રોડની આવી પરિસ્થિતિ છે તો ભર ચોમાસે અમદાવાદનું રોડનું શું થશે.

આ પણ વાંચો:બનાસકાંઠા : વાવાઝોડા અને કમોસમી વરસાદથી ચાર તાલુકાઓમાં 1128 મકાનોને નુકશાન

Back to top button