- MLA ગુજરાત લખેલી કારની તપાસ કરતા ખુલાસો થયો
- ખોટી પ્લેટ લગાવીને ફરતો શખ્સ ઝડપાયો
- અમદાવાદના સિંઘુભવન રોડ પર આ ઘટના બની
અમદાવાદમાં DCP ઝોન 7ની કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે. જેમાં MLA ગુજરાત લખેલી કારની તપાસ કરતા ખુલાસો થયો હતો. તેમાં ખોટી પ્લેટ લગાવીને ફરતો શખ્સ ઝડપાયો હતો. જેમાં અમદાવાદના સિંઘુભવન રોડની આ ઘટના છે.
આ પણ વાંચો: અમદાવાદ: કબૂતરબાજીના માસ્ટરમાઇન્ડ ભરત ઉર્ફે બોબીના પત્તા ખુલ્યા
યુવક MLAના હોદ્દાનો ખોટી રીતે દુરૂપયોગ કરતો
અમદાવાદના ઝોન 7ના ડીસીપી ભગીરથસિંહ જાડેજા ગઈકાલે રાત્રીના સમયે રાઉન્ડમાં હતા. તે દરમિયાન સિંધુભવન રોડ ખાતે આવેલા ઓક્સીજન પાર્ક પાસેના જાહેર રોડ પર એક શંકાસ્પદ કાર જોવા મળી હતી. કાર નંબર GJ18 BK 2827 પર MLA Gujarat લખેલું હોવાથી ડીસીપી જાડેજા કાર ચાલકની ખરાઈ કરવા માટે પહોંચ્યા હતા. કારમાં રહેલા યુવક અને તેના મિત્રોની પુછપરછ કરવામાં આવી હતી કે, મોડી રાત્રે રોડ પર ગાડી ઉભી રાખી શું કરી રહ્યા છો.
આ પણ વાંચો: વિદેશમાં રહી માતા-પિતાથી રૂપિયા લેનારા વિદ્યાર્થીઓને ITની નોટિસ
ડેસ્કબોર્ડ પરથી MLA Gujarat લખેલું એક બોર્ડ મળી આવ્યું
ગાડીમાં કોઈ શંકાસ્પદ વસ્તું છે કે નહીં તેની તલાસી લેવામાં આવતા ગાડીના ડેસ્કબોર્ડ પરથી MLA Gujarat લખેલું એક બોર્ડ મળી આવ્યું હતું. જેથી કાર ચાલક પોતે ધારાસભ્ય છે કે નહીં તે પુછપરછ કરતાં તે અને તેના પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ ધારાસભ્ય ન હોવાનું સામે આવ્યું હતું. મિત્રો અને અન્ય લોકો સામે રોફ જમાવવા માટે કાર ચાલક માનવસિંહ મહેન્દ્રસિંહ ચાવડા MLA Gujarat લખેલું બોર્ડ ગાડીમાં રાખીને આ હોદ્દાનો ખોટી રીતે દુરૂપયોગ કરતો હતો.
આ પણ વાંચો: દર એક લાખે 9 મહિલા આ કેન્સરનો શિકાર બની!
ખોટી પ્લેટ લગાવીને ફરતો શખ્સ ઝડપાયો
સિંધુ ભવન રોડ પર રોલા મારતો નબીરા હાથ લાગતા સરખેજ પોલીસે માનવ મહેન્દ્રસિંહ ચાવડા (ઉ. 21 રહે. સેક્ટર-2 ગાંધીનગર) ની અટકાયતી કરી હતી. કારના કાચ પર ડાર્ક ફિલ્મ લગાવી તેમજ ધારાસભ્યની ઓળખ ધારણ કરનારા નબીરા માનવ ચાવડા સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.