અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ: જુહાપુરાના નામી ગુનેગાર નઝીર વોરાનાં ઝુબેદા હાઉસ ને સરફરાજ કીટલીનાં ઘર પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર

10 જૂન 2025 અમદાવાદ: શહેરના જુહાપુરા વિસ્તારના 20થી વધુ ગુનાઓમાં આરોપી તરીકે સંડોવાયેલા એવા નઝીર વોરાનાં ઝુબેદા હાઉસ અને સોનલ ચાર રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં સરફરાઝ કીટલીના ગેરકાયદેસર બાંધકામ ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું હતું.

નામી ગુનેગાર નઝિર વોરાનું ઝૂબેદા હાઉસ ધ્વસ્ત કરાયું
અમદાવાદ શહેરમાં ગુનેગારી પ્રવૃત્તિ સાથે જોડાયેલા આરોપીઓનાં ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના નામી ગુનેગાર એવા નઝીર વોરા જેના પર વેજલપુર પોલીસ સ્ટેશન અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ 20થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે તેના ઝુબેદા હાઉસના ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરના બંગલા પ્રકારના બાંધકામમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ જોડના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં 368 ચોરસ મીટર જેટલી જગ્યામાં આરોપીઓ બાંધકામ કર્યું હતું જે ગેરકાયદેસર હોવાને લઈને છેલ્લા કેટલાય સમયથી પ્રશ્નો ઊભા થઈ રહ્યા હતા જેને આજે ઝોન 7 DCP શિવમ વર્મા તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં અધિકારીઓની ટીમની હાજરીમાં ધ્વસ્ત કરવામાં આવ્યું હતું.

સરફરાઝ કિટલીનાં ઘર ઉપર ફરી વળ્યું
જુહાપુરા વિસ્તારની હદમાં જ આવતું સોનલ ચાર રસ્તા પાસે આવેલા અહેસાન પાર્કમાં સરફરાઝ કીટલીનાં ગેરકાયદેસર બાંધકામ ઉપર પણ આજે બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર એમ રહેણાંક પ્રકારનું 168 ચોરસ મીટરનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. જેનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો હતો અને અવારનવાર ફરિયાદો કોર્પોરેશન તથા પોલીસની ટીમને પહોંચી રહી હતી. જેને ઝોન 7 પોલીસની ટીમ તથા કોર્પોરેશન અધિકારીઓના દોસ્ત બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું.

Back to top button