અમદાવાદ સાઈબર ક્રાઈમના એક્શનથી ગાંધીનગર RTOમાં નાસભાગ
- સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છ મહિના પહેલાં બોગસ લાયસન્સ કૌભાંડ અંગે ગુનો દાખલ થયો
- ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની એપ્લિકેશનથી 5 લાયસન્સ ડેટા સરકારના સારથી સર્વરમાં પુશ કરાયા
- બાકી રહેલાં એજન્ટોના સ્થળ પરથી બેગ-લેપટોપ સહિતની સામગ્રી ઉઠાવી લેવાઈ
અમદાવાદ સાઈબર ક્રાઈમના એક્શનથી ગાંધીનગર RTOમાં નાસભાગ મચી હતી. તેમજ બોગસ લાઇસન્સ કાંડમાં ગાંધીનગર RTOના 17 એજન્ટોને ઉઠાવાયા છે. થોડા દિવસ પૂર્વે અહીંથી બે અધિકારીઓની ધરપકડ કરાઈ હતી. તથા તપાસ કરતાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની એપ્લિકેશનથી 5 લાયસન્સ ડેટા સરકારના સારથી સર્વરમાં પુશ કરાયા હતા.
આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા થશે મેઘમહેર
બાકી રહેલાં એજન્ટોના સ્થળ પરથી બેગ-લેપટોપ સહિતની સામગ્રી ઉઠાવી લેવાઈ
બોગસ લાયસન્સ કૌભાંડમાં અમદાવાદ સાઇબર ક્રાઈમની ટીમ ગાંધીનગર આરટીઓ પહોંચી હતી. બપોરે બેથી અઢી વાગ્યાના સમયગાળામાં આરટીઓ ખાતે સિવિલ ડ્રેસમાં પોલીસના ધાડેધાડા ઉતરી પડયાં હતા. કચેરીની બહાર બેઠેલા એજન્ટો કઈ સમજે તે પહેલાં એક પછી એજન્ટોને પોલીસ ગાડીમાં બેસાડવા લાગી હતી. જેને પગલે એજન્ટોમાં રીતસરની નાસભાગ મચી ગઈ હતી. જેને પોલીસના હાથે આવ્યા એટલા એજન્ટોને લઈ જવાયા હતા જ્યારે બાકી રહેલાં એજન્ટોના સ્થળ પરથી બેગ-લેપટોપ સહિતની સામગ્રી ઉઠાવી લેવાઈ હતી.
આ પણ વાંચો: ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં મહિલાઓ-છોકરીઓ ગુમ થવાનો આંકડો જાણી ચોંકી જશો
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છ મહિના પહેલાં બોગસ લાયસન્સ કૌભાંડ અંગે ગુનો દાખલ થયો
અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં છ મહિના પહેલાં બોગસ લાયસન્સ કૌભાંડ અંગે ગુનો દાખલ થયો હતો. જે કેસમાં અઠવાડિયા પહેલાં ગાંધીનગર આરટીઓના બે અધિકારી સમીર જગદીશચંદ્ર રતનધારીયા (36 વર્ષ) તથા જયદિપસિંહ સુરુભા ઝાલા (35 વર્ષ)ની ધરપકડ કરાઈ હતી. જેઓના એક દિવસના રિમાન્ડ લઈને સમગ્ર કેસ બાબતે પૂછપરછ કરાઈ હતી. જેના આધારે વધુ તપાસ માટે સાયબર ક્રાઈમની ટીમ આરટીઓ કચેરીએ ત્રાટકી હોવાની ચર્ચા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આંખનો રોગ વધ્યો, અમદાવાદમાં અત્યાર સુધી 51 હજાર કેસ આવ્યા
ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની એપ્લિકેશનથી 5 લાયસન્સ ડેટા સરકારના સારથી સર્વરમાં પુશ કરાયા
અલગ-અલગ ગાડીઓમાં અંદાજે 40થી વધુ પોલીસ કર્મચારીઓ બપોરે કચેરી ખાતે પહોંચી ગયા હતા. જેમાં કચેરી બહાર બેઠેલા અંદાજે 15થી 17 જેટલા એજન્ટોની ઉઠાવી લેવાયા હતા. પોલીસ દ્વારા અહીં પડેલાં ટેબલો પરથી બેગ, લેપટોપ સહિતના સામન લઈ લીધો હતો. અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ વગર નીકળેલા બોગસ લાઇસન્સમાં ગાંધીનગરનું કનેક્શન પકડાયું હતું. 9 બોગસ લાયસન્સનો ડેટા કે ડ્રાઈવિંગ ટેસ્ટનો વીડિયો અમદાવાદ કે ગાંધીનગરની એકપણ આરટીઓમાં જોવા મળ્યો હતો. જેને પગલે તપાસ કરતાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકની એપ્લિકેશનથી 5 લાયસન્સ ડેટા સરકારના સારથિ સર્વરમાં પુશ કરાયા હતા.