ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: આઇફોન વોચની ગિફ્ટ લાગી કહી વિદ્યાર્થી પાસેથી સાયબર ગઠિયાએ રૂપિયા પડાવ્યા

Text To Speech
  • વોટ્સએપ પર કોલ આવ્યો અને આઈફોન વોચ ગિફ્ટમાં લાગી કહયું
  • લોકોને ગિફ્ટમાં આઈફોન આપ્યા હોય તે પ્રકારના વીડિયો મોકલી આપ્યા
  • ઓનલાઈન રૂપિયા મંગાવી લીધા પછી ગિફ્ટ નહી મોકલીને ઠગાઈ આચરી

અમદાવાદના દાણીલીમડામાં રહેતા યુવકે ફેસબુકની લિંક પર ક્લિક કરતા વોટ્સએપ પર કોલ આવ્યો અને આઈફોન વોચ ગિફ્ટમાં લાગી છે. જો કે ટોકન પેટે રૂ.4૦૦૦ આપવા પડશે તમારી સાથે કશું જ ખોટું નથી કરી રહ્યા કહીને યુવક પાસે ઓનલાઈન રૂપિયા મંગાવી લીધા પછી ગિફ્ટ નહી મોકલીને ઠગાઈ આચરી હતી.

ફેસબુકની લિંક પર ક્લિક કરતા વોટ્સએપના જુદા જુદા ગ્રુપમાં જોઈન્ટ થયો

દાણીલીમડા રહેતા અને બી.કોમમાં અભ્યાસ કરતા ભાવેશે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યકિત સામે ફરિયાદ નોધાવી છે કે ફેસબુકની લિંક પર ક્લિક કરતા વોટ્સએપના જુદા જુદા ગ્રુપમાં જોઈન્ટ થયો હતો. બાદમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેમને વીડિયો અને કોમેન્ટ લાઈક કરેલા છે. જેથી તમને આઈફોનની વોચ ગિફ્ટમાં લાગેલી છે. ટોકન પેટે રૂ.4૦૦૦ આપવા પડશે ત્યારબાદ જ તમારા સરનામે આઈફોન વોચ મોકલી શકાશે.

લોકોને ગિફ્ટમાં આઈફોન આપ્યા હોય તે પ્રકારના વીડિયો મોકલી આપ્યા

જેથી યુવકે પોતાની પાસે રૂ.2૦૦૦ જ હોવાનું કહેતા લોકોને ગિફ્ટમાં આઈફોન આપ્યા હોય તે પ્રકારના વીડિયો મોકલી આપ્યા હતા. બાદમાં આરોપીએ ભગવાન કસમ હું તમારી સાથે કંઇ ખોટું નહી કરુ કહ્યું હતું. આથી વિશ્વાસ આવતા યુવકે તેના પોતાના ખાતામાં થી રૂ.૨૦૦૦ અને પિતાના ખાતામાંથી રૂ.2૦૦૦ મળી કુલ રૂ.4૦૦૦ ગુગલ પેથી મોકલી આપ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: એલિસબ્રિજ વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્ચમારી પાસેથી 20 લાખની લૂંટ

Back to top button