ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : પગ કપાવો નહીંતર 35 હજાર ભરો’, AMC સંચાલિત SVPમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગ

Text To Speech
  • હૉસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગનો બીજો કિસ્સો
  • SVPમાં કચ્છના દર્દીને કડવો અનુભવ થયો છે
  • દર્દીઓ પાસેથી આયુષ્યમાન કાર્ડના નામે પૈસા પડાવવાનું શરુ

ગુજરાતના અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલ કાંડમાં જે દર્દીઓના મોત થયા છે, તેમને હજુ સુધી ન્યાય નથી મળ્યો. ત્યાં ફરી અમદાવાદની જ SVP (સરદાર વલ્લભભાઈ પટેલ) હૉસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો દુરુપયોગનો બીજો કિસ્સો સામે આવ્યો છે.

SVPમાં કચ્છના દર્દીને કડવો અનુભવ થયો છે

ખાનગી હૉસ્પિટલની સાથે હવે અર્ધસરકારી હૉસ્પિટલમાં પણ દર્દીઓ પાસેથી આયુષ્યમાન કાર્ડના નામે પૈસા પડાવવાનું શરુ કર્યું છે. SVPમાં કચ્છના દર્દીને કડવો અનુભવ થયો છે. જેમાં SVP હૉસ્પિટલના તબીબોએ જણાવ્યું કે, પગ કપાવશો તો જ આયુષ્યમાન કાર્ડના પૈસા મળશે. જ્યારે દર્દીએ અન્ય કોઈ તબીબ પાસે ખાતરી માટે તપાસ કરાવી તો જાણ થઈ કે, પગ કપાવવાની તો જરૂરત જ નથી.

શું છે સમગ્ર ઘટના?

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સંચાલિત SVP હૉસ્પિટલમાં કચ્છનો એક દર્દી દાખલ થયો હતો. દાખલ થયો તે સમયે તેને પૂછવામાં આવે છે કે, શું તમારી પાસે આયુષ્યમાન કાર્ડ છે? દર્દી હા પાડે છે બાદમાં તેની સારવાર શરુ કરવામાં આવે છે અને બાદમાં તબીબ કહે છે કે, તમારો પગ કાપવો પડશે. બાદમાં દર્દી અન્ય કોઈ તબીબને કાગળ બતાવે છે તો ત્યાં કહેવામાં આવે છે કે, લેસ સર્ક્યુલેશન ઑફ બ્લડ છે. સ્ટેન્ડ મૂકી દેવામાં આવે તો પગ કાપવાની જરૂર નહીં પડે. આ ઘટસ્ફોટ બાદ દર્દી SVPમાંથી રજા માંગે છે અને કહે છે કે, મારે પગ નથી કપાવવા. ત્યારે હૉસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, તો તમારે 35 હજાર ભરવા પડશે. દર્દી કહે છે કે, મારી પાસે તો આયુષ્યમાન કાર્ડ છે તો હૉસ્પિટલમાંથી કહેવામાં આવે છે કે, એ તો તમે પગ કપાવો તો મફત સારવાર થાય જો પગ ન કપાવો અને અધુરી સારવારે રજા લેવી હોય તો તમારે 35 હજાર રૂપિયા ભરવા પડશે.

આ પણ વાંચો: અમદાવાદમાંથી તબીબો વગર ચાલતી આખેઆખી નકલી હોસ્પિટલ ઝડપાઇ

Back to top button