અમદાવાદ: ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો
- દર્દીઓના સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું બહાર આવ્યું
- ક્રાઇમબ્રાંચ અને મેડીકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે
- આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગતોની તપાસ કરતા ખુલાસો થયો
અમદાવાદમાં ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઇમબ્રાંચે અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો કર્યો છે. જેમાં PMJAY હેઠળ ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કર્યા છે. તેમજ 112નાં મોતનો ઘટસ્ફોટ થયો છે.
ક્રાઇમબ્રાંચ અને મેડીકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ છેલ્લાં ત્રણ વર્ષમાં 3842 ઓપરેશન કરવામાં આવ્યા હતા. અને તેમાં 112 દર્દીઓના ઓપરેશન દરમિયાન કે ત્યારબાદની સારવાર દરમિયાન મોત નીપજ્યા હતા. આરોપીઓ દ્વારા દર્દીઓના સારવાર દરમિયાન યોગ્ય તકેદારી ન રાખવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું હતુ. જેથી 112 દર્દીઓના શંકાસ્પદ મરણ માટે હોસ્પિટલની બેદરકારી જવાબદાર હોવાની શક્યતાને પગલે ક્રાઇમબ્રાંચ અને મેડીકલ એક્સપર્ટ કમિટી દ્વારા વિશેષ તપાસ શરૂ કરવામાં આવશે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગતોની તપાસ કરતા ખુલાસો થયો
ખ્યાતિ હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બોરીસણા બે દર્દીઓના એન્જિયોપ્લાસ્ટીની સર્જરી દરમિયાન મોત થયા હતા. ત્યારબાદ ખ્યાતિ હોસ્પિટલના તબીબો, સીઇઓ અને ડીરેક્ટરો વિરૂદ્ધ દાખલ થયેલા ગુનાની તપાસ ક્રાઇમબ્રાંચને સોંપાઇ હતી. ક્રાઇમબ્રાંચે આ કેસની તપાસ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલમાંથી મળી આવેલા પીએમજેએવાય હેઠળ થયેલા ઓપરેશનના દસ્તાવેજો, આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગતોની તપાસ કરતા અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે.
આ પણ વાંચો: ગુજરાત: હોસ્પિટલે યુવકને જાણ કર્યા વગર કરી નસબંધી, મહિના બાદ છે લગ્ન