અમદાવાદ, વેજલપુર વિસ્તારમાંથી એક માસ પહેલા ગુમ થયેલ વ્યક્તિનું મર્ડર કરીને લાશને દાટી દેનાર બે આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે.
શહેરના વેજલપુર ખાતેના ગોકુલધામ અપાર્ટમેન્ટમાં રહેતો રોહિત નામક યુવક તા. 13 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયથી ગુમ થયો હતો. જે અંગે તેની માતાએ અનેક લોકોને પુછતાછ કરીને શોધખોળ હાથ ધરી હતી. જે બાદ કોઇ પતો નહીં મળતા તેની માતાએ વેજલપુર પોલિસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદને આધારે વેજલપુર પોલીસે તપાસ કરી
ફરીયાદને આધારે વેજલપુર પોલીસે તપાસની કામગીરી હાથ ધરી હતી. આ દરમ્યાન વેજલપુર પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગુમ થનાર રોહિત નામના યુવકને તેના મિત્રની બહેન સાથે આડા સબંધ હતા. જે અંગેની જાણ આકાશના મોટા ભાઈ ગણેશને થઈ ગઈ હતી. આથી રોહિતના ગુમ થવા પાછળ રોહિતનો હાથ હોવાનું માલુમ પડ્યુ હતુ.
ગણેશે જ યુવકનું ઢીમ ઢાળી દિધુ
ત્યારે બાબતને લઈને ગણેશને ઘણા સમયથી તે યુવક પર દાઝ હતી. આથી તેણે તે અંગેની વાત તેના મિત્ર સુરેશ ઉર્ફે બટકો ચેહરાજીને જણાવી હતી. જે બાદ બન્ને યુવકોએ ગમેતે બહાને રોહિતને મળવા બોલાવ્યો અને ત્યાંને ત્યાં જ પતાવી દિધો હતો. જે અંગેનું તેણે પેહલાથી જ આયોજન કરી રાખ્યુ હતુ. અને આ કામમાં તેના મિત્ર સુરેશએ પણ પુરો સાથ આપ્યો હતો. જે બાદ બન્ને જણાએ રોહિતની લાશને રીક્ષામાં લઈ જઈ નજીકના ખેતરમાં ખાડો ખોદીને દાટી દિધી હતી.
ત્યારે આ અંગેની સમગ્ર જાણકારી પોલિસને થતા પોલીસે બન્ને યુવકોની ધરપકડ કરી હતી.