અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 50 બાંગ્લાદેશીઓની કરી અટકાયત, 200થી વધુ શંકાસ્પદ લોકોની પૂછપરછ
અમદાવાદ, 25 ઓકટોબર, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાની માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી છે. આ લોકો શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શંકાસ્પદ બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે અન્ય 200 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ તમામની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
દિવાળી ટાળે જ ક્રાઇમ બ્રાન્ચે આ મોટી કાર્યવાહી કરી છે. બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે. ઘણા રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ સામે આવ્યા છે. ક્રાઈમ બ્રાંચના ઓફસરને આ મામલે બાતમી મળી હતી. ખોટા દસ્તાવેજો બનાવીને આ બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસવાટ કરી રહ્યા છે. ખોટાં દસ્તાવેજો ઉભા કરીને આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હોવાની પણ માહિતી સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. તો બીજી તરફ 200 જેટલા શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના ડીસીપી અજીત રાજિયાને આ માહિતી આપી હતી. ઇનપુટ અને ઇન્વેસ્ટીગેશનના આધારે ગેરકાયદે બાંગ્લાદેશીઓનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ અમદાવાદના ડીસીપી અજીત રાજિયાને જણાવ્યું હતું કે અમે ગેરકાયદેસર રહેતા લોકો સામે સતત કાર્યવાહી કરી રહ્યા છીએ. આ સાથે 200થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં ત્રિપુરામાં પોલીસે 18 બાંગ્લાદેશી નાગરિકો અને પાંચ ભારતીય નાગરિકોની ત્રણ જગ્યાએથી ધરપકડ કરી હતી જેઓ તેમને મદદ કરી રહ્યા હતા.
આ પણ વાંચો..ડિજિટલ એરેસ્ટ કાંડનો લાઈવ વીડિયો જૂઓ અને થાવ સાવધાન