

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું છે. શહેરના કોટ વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપરડ કરવામાં આવી છે. આ શખ્સ પાક ઇન્ટેલીજન્સ સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે સાથે જ તેસિમ કાર્ડ પાકિસ્તાન મોકલતો હોવાનું પણ ખુલ્યું છે. પ્રાથમિક તપાસ બાદ ક્રાઇમ બ્રાંચે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શખ્સ સીમકાર્ડ મોકલતો હતો પાકિસ્તાન
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગઇકાલે જ આ ઓપરેશન પૂર્ણ કર્યુ છે. જેમાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ વ્યક્તિ અહીંથી સિમકાર્ડ પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ એજન્સીને કેમ મોકલતો હતો સાથે જ તેના શું ઈરાદા છે તે વિશે તપાસ હાથ ધરવામાં આવી છે.