ગુજરાતટોપ ન્યૂઝ

સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડીઆરઆઇની ટીમે પર્દાફાશ કર્યો

  • ઔરંગાબાદમાં કેમિકલ કંપનીમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડની ડ્રગ્સ બનાવવાની સામગ્રી
  • સુરત ઉપરાંત રાજસ્થાન, MPમાં MD ડ્રગ્સનો જથ્થો મોકલાતો

સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડીઆરઆઇની ટીમે પર્દાફાશ કર્યો છે. જેમાં ઔરંગાબાદમાં કેમિકલ કંપનીમાંથી 500 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. તે ચેન્નાઈ પોર્ટ પરથી યુરોપ, અમેરિકા સહિતના દેશોમાં મોકલાતું હતું. તથા ફેક્ટરીમાં કેટામાઇન, કોકેન સહિતના ડ્રગ્સનું ઉત્પાદન થતું હતુ. 200 કરોડનું ડ્રગ્સ અને 300 કરોડની ડ્રગ્સ બનાવવાની સામગ્રી ઝડપાઈ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં બેવડી ઋતુની અસર, કમોસમી વરસાદ અંગે જાણો શું છે આગાહી

ઔરંગાબાદ ખાતે એક કંપનીમાં દરોડો પાડીને રો-મટિરિયલ્સ અને ડ્રગ્સનો જથ્થો મળ્યો

સૌથી મોટા ડ્રગ્સ રેકેટનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને ડીઆરઆઇની ટીમ દ્વારા ઔરંગાબાદ ખાતે એક કંપનીમાં દરોડો પાડીને રો-મટિરિયલ્સ અને ડ્રગ્સનો જથ્થો મળીને કુલ 500 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કેમિકલની કંપનીમાંથી સૌથી મોંઘુ ડ્રગ્સ કેટામાઇન બનાવીને ડ્રગ્સ માફિયા ચેન્નાઇ પોર્ટ પરથી યુરોપ, અમેરિકા સહિત વિદેશોમાં ડિલીવરી કરતો હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ કંપનીનો માલિક મૂળ સુરતનો હોવાનું સામે આવ્યું છે. ડીઆરઆઇની ટીમ દ્વારા તેની ધરપકડ કરીને ઓફિસ, ફેકટરી, ઘર સહિત અલગ અલગ જગ્યાએ દરોડો પાડીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: ગુજરાત: વેપારીઓ પર SGSTના દરોડા, રૂ. 22 કરોડની કરચોરી પકડાઈ

કોકેનનું રો મટિરિયલ્સ જીતેશ પટેલ સાઉથ અમેરિકાથી મંગાવતો

કોકેનનું રો મટિરિયલ્સ જીતેશ પટેલ સાઉથ અમેરિકાથી મંગાવતો હતો. બાદમાં તે કંપનીમાં રો મટિરિયલ્સનું પ્રોસેસીંગ કરીને કોકેઇન ડ્રગ્સ બનાવતો હતો. કોકેઇન ડ્રગ્સ પણ મોંઘુ હોવાથી મોટી મોટી રેવ પાર્ટીઓમાં જ ડાયરેક્ટ ડ્રગ્સનો જથ્થો પહોંચાડતો હતો. આ ઉપરાંત, મોટા શહેરમાં ડ્રગ્સ પેડલરોને પણ કોકેઇનનો જથ્થો નાના મોટા પ્રમાણમાં આપતો હોવાનું સામે આવ્યું છે.

સુરત ઉપરાંત રાજસ્થાન, MPમાં MD ડ્રગ્સનો જથ્થો મોકલાતો

સુરત ઉપરાંત રાજસ્થાન, MPમાં MD ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્રની એક કેમિકલ કંપનીમાંથી આવતો હોવાની બાતમી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જે બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ કરીને ઔરંગાબાદની મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ કંપની સુધી પહોંચી હતી, પરંતુ દરોડો પાડતા પહેલા ક્રાઇમ બ્રાન્ચની ટીમે 21 દિવસમાં 3 વખત કંપનીની આસપાસ અને તેના માલિક પર વૉચ રાખી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ટુરિસ્ટ, છૂટક મજૂરો બનીને કંપની પર વૉચ રાખી રહ્યા હતા. આ દરમ્યાન કેમિકલની કંપનીમાં જ ડ્રગ્સ બનતું હોવાની ચોક્કસ ખાતરી થતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તાત્કાલિક DRIની ટીમને જાણ કરી હતી. તે પછી બન્ને એજન્સીઓએ કેમિકલ કંપની તેમજ કંપનીના માલિક જીતેશ પટેલના ઘરમાં દરોડો પાડીને 23 કિલો કોકેઇન, 7.2 કિલો એમડી ડ્રગ્સ, 4.3 કિલો કોટામાઇન અને 9.3 કિલો એમડી સહિત અન્ય ડ્રગ્સનું રો મટિરિયલ્સનો જથ્થો ઝડપી લીધો હતો.

Back to top button