
અમદાવાદ, 21 માર્ચ: 2025: IPL 2025 22 માર્ચ 2022 થી શરૂ થવા જઈ રહ્યું છે. આ મેચમાં, ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સનો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે. આઈપીએલ 2025ની બે મેચ ગુજરાતનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે ગુજરાત ટાઇટન્સની પ્રથમ મેચ 25 માર્ચ અને બીજી મેચ 29 માર્ચના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL ticket booking starts for ahmedabad matches ત્યારે મેચની ટિકિટોનું ઓનલાઇન અને ઓફલાઇન વેચાણ શરૂ થયું છે જેમાં 499 રૂપિયાથી 20 હજાર રૂપિયા સુધીની તમામ ટિકિટ ઓનલાઇન મળી રહી છે.
IPL 2025ની શરૂઆત થવાની તૈયારીમાં છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી મેચો માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમની માટે વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અને તેમના માટે ઓફલાઇન ટિકિટોનું વેચાણ શરૂ થઈ ગયું છે. સ્ટેડિયમ ખાતે લોકો ટિકિટ મેળવવા માટે આવી રહ્યા છે. જે લોકોએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોય તેઓ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી ટિકિટ મેળવી શકે છે.
જાણો અમદાવાદમાં કેટલી મેચ રમાશે?
IPL-2025ની આ સિઝનની ગુજરાત ટાઇટન્સની કુલ 7 મેચ અમદાવાદમાં રમાશે. જેમાં પંજાબ કિંગ્સ, મુંબઈ ઇન્ડિયન્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, સનરાઇઝ હૈદરાબાદ, લખનઉ સુપર જાઇન્ટસ્ અને છેલ્લે ચેન્નઈ સુપર કિંગ્સ સામે અમદાવાદમાં રમાશે.
જાણો ઓફલાઇન ટિકિટો ક્યાંથી મળશે?
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડીયમની બોક્સ ઓફિસ (ગેટ નંબર 1) પરથી 15 માર્ચથી સવારે 11 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ટિકિટો ખરીદી શકાશે. જોકે, મેચના દિવસે સ્ટેડીયમની બોક્સ ઓફિસ કાર્યરત રહેશે નહીં. આ ઉપરાંત શહેરના અન્ય વિસ્તારો જેવા કે પ્રહલાદનગર, સી.જી. રોડ, બોડકદેવ અને મણિનગરમાં પણ સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ટિકિટો ઉપલબ્ધ રહેશે. નારણપુરા, એસજી હાઈવે અને નરોડામાં પણ ટિકિટો મળશે.
જાણો ટિકિટનો ભાવ
499થી 20 હજારની તમામ ટિકિટ અત્યારે ઓનલાઇન મળી રહી છે અને હજુ સુધી ટિકિટ હાઉસફુલ થઈ નથી. સામાન્ય રીતે IPLની મેચના અઠવાડિયા અગાઉથી જ ટિકિટ મળવાની બંધ થાય છે. ત્યારે આ વખતે મેચના ચાર દિવસ બાકી છે ત્યારે હાલ ઓનલાઇન અને ઓફલાઈન એમ બંને માધ્યમથી ટિકિટ મળી રહી છે.
(આ ટિકિટના ભાવો મીડિયામાંથી લેવામાં આવ્યા છે HD ન્યૂઝ આને comfirm કરતું નથી)
499 – અપર
1000- લોવર
2000- સાઉથ પ્રીમિયમ વેસ્ટ
6000 – પ્રેસિડેન્ટ ગેલેરી
12000- કોર્પોરેટ બોક્સ
20000- અપર સ્યુટ્સ
આ પણ વાંચો..હેટ્રિક, રન અને સૌથી ઝડપી સદી… IPLના આ 10 રેકોર્ડ તોડવા માત્ર મુશ્કેલ જ નહીં, પણ લગભગ અશક્ય