અમદાવાદકૃષિખેતીગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદઃ નાના પ્લોટમાં વધુ ગાયનો ભરાવો કરતા ગૌશાળાનો વિડીયો વાયરલ થતાં ગૌ ભક્તોએ કડક કાર્યવાહીની માંગ કરી

Text To Speech

28 જાન્યુઆરી 2025 અમદાવાદ; શહેરની નરોડા ખાતે આવેલી એક ખાનગી ગૌશાળાનો વિડીયો લઈ વાયરલ કરવામાં આવ્યો છે જેમાં નાના પ્લોટમાં વધારે ગાયો રાખવાથી અનેક ગાયો ઘાયલ થઈ છે. ત્યારે માલધારી સમાજના આગેવાન કિરણ દેસાઈએ આ દ્રશ્યો જોતા કોર્પોરેશન તથા સરકાર પાસે આ મામલે તપાસ કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી.

વધુ સંખ્યામાં ભરાવો કરતાં ગૌમાતા પગ નીચે કચડાઈ છે
માલધારી આગેવાન કિરણ દેસાઈએ એચડી ન્યુઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે આજે નાની જગ્યામાં વધુ પડતી ગાયને રાખવામાં આવતી હોવાના ચોંકાવનારા દ્રશ્યો અમારી સામે આવ્યા છે. જેમાં વધુ પડતી ગાય હોવાના કારણે કેટલીક ગાય અન્ય ગાયના પગ નીચે કચડાય છે. અને નાના પ્લોટ હોવાથી વધુ ગાયનો ભરાવો કરતા અનેક ગાય ઘાયલ થઈ હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.

JCBથી જીવતી બીમાર ગાય ભરવામાં આવે છે
કિરણ દેસાઈએ ઉમેર્યું હતું કે નરોડા ખાતે વિરાટ પાંજરાપોળ ગૌસેવા ટ્રસ્ટનાં વિરલભાઈ દેસાઈ અને ચંદ્રેશભાઇ જોશી દ્વારા આ ગૌ શાળા ચલાવવામાં આવે છે. અમદાવાદ, જામનગર, ગાંધીનગર અન્ય નગરપાલિકા તેમજ અલગ અલગ ગ્રામ પંચાયતની ગાયો અહીંયા લાવવામાં આવે છે. વધુ પડતી ગાય હોવાના કારણે કેટલીક ગાયને ઘાસ ખાવા પણ મળતું નથી અને ગાયો પણ પરેશાન દેખાઈ રહી છે. એ જગ્યા પર ગાયને ઘાસ ખવડાવવાની અને પાણી પીવડાવવાની કોઈ યોગ્ય વ્યવસ્થા પણ નથી, JCBથી જીવતી બીમાર ગાય આ ટ્રસ્ટમાં ભરવામાં આવે છે. મનને વિચલિત કરી દે તેવા દ્રશ્યો આ પાંજરાપોળથી સામે આવ્યા છે. સાથે ઘાસ ખવડાવવાની રીત પણ ખૂબ જ શરમ જનક સ્થિતિમાં સામે આવી છે.

ગૌભક્તોએ માંગણી કરતા જણાવ્યું હતું કે ગાયોના જીવની સુરક્ષાની ખાતરી અમને આપવામાં આવે અને AMC તેમજ પશુપાલન વિભાગ આ વિષયની તપાસ કરવામાં કરી દોષિતો ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે

Back to top button