ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડાતું હોવાનો વીડિયો વાઇરલ થતાં કોર્ટે અર્જન્ટ સુનાવણી યોજી

  • ઉદ્યોગોનું જોખમી એફ્લુઅન્ટ છોડાઇ રહ્યું હોવાને લઇ હાઇકોર્ટે સખત નારાજગી વ્યકત કરી
  • ચીફ્ જસ્ટિસે સ્થળ પર ઇન્સ્પેકશન કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવા જીપીસીબીને હુકમ કર્યો
  • જોઇન્ટ ટાસ્ક ફેર્સને પણ ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો

સાબરમતીમાં પ્રદૂષિત પાણી છોડાતું હોવાનો વીડિયો વાઇરલ થતાં કોર્ટે અર્જન્ટ સુનાવણી યોજી હતી. સ્થળ પર પહોંચી જરૂરી પગલાં ભરવા જીપીસીબીને આદેશ કર્યો હતો. મેગામાં બિન્દાસ્ત રીતે એફ્લુઅન્ટ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યું છે. વિશાલા પાસે નારોલ સીઇટીપીમાંથી ફીણવાળુ પ્રદૂષિત એફ્લુઅન્ટ જાહેરમાં ખુલ્લામાં છોડી ત્યાંથી સીધુ સાબરમતી નદીમાં છોડવાના વાયરલ વીડિયોને લઇ ચીફ્ જસ્ટિસની ખંડપીઠે સાબરમતી નદીના પ્રદૂષણ અંગેની પીઆઇએલની અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી અને આ મુદ્દે જીપીસીબી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જોરદાર રીતે ઉધડો લઇ નાંખ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદની જાણીતી રેસ્ટોરાંએ આપેલા ટિફિનમાંથી ઈયળ નીકળતા AMCએ સીલ કરી

ઉદ્યોગોનું જોખમી એફ્લુઅન્ટ છોડાઇ રહ્યું હોવાને લઇ હાઇકોર્ટે સખત નારાજગી વ્યકત કરી

સાબરમતી નદીમાં પ્રદૂષિત અને ઉદ્યોગોનું જોખમી એફ્લુઅન્ટ છોડાઇ રહ્યું હોવાને લઇ હાઇકોર્ટે સખત નારાજગી વ્યકત કરી હતી. ચીફ જસ્ટીસની ખંડપીઠે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આડા હાથે લેતાં જણાવ્યું હતું કે, સીઇટીપી અને મેગામાં બિન્દાસ્ત રીતે એફ્લુઅન્ટ પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યું છે અને સરેઆમ નોર્મ્સ અને નિયમોનો ભંગ થઇ રહ્યો છે તો જીપીસીબી કરે છે શું? કેવી રીતે આ પ્રદૂષિત એફ્લુઅન્ટ ડાયરેકટ આઉટફેલ ખુલ્લામાં અને ત્યાંથી સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે. ચીફ્ જસ્ટિસે સ્થળ પર ઇન્સ્પેકશન કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવા જીપીસીબીને હુકમ કર્યો હતો. જેથી જીપીસીબીએ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહીની હાઇકોર્ટને ખાતરી આપી હતી.

અમ્યુકોના મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું રજૂ કરવા ફરમાન કર્યું

હાઇકોર્ટે મેગા પાઇપલાઇન પ્રોજેકટ સહિતના મુદ્દે અમ્યુકોના મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું રજૂ કરવા ફરમાન કર્યું હતું. તો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તમામ સાત સીઇટીપી(કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની કાર્યક્ષમતા, તેની સ્થિતિ, છેલ્લા છ મહિનામાં તમામ સીઇટીપીના કરાયેલા નીરીક્ષણ તેનો રિપોર્ટ અને અત્યારનું છેલ્લુ ઇન્સ્પેકશન અને તેનો રિપોર્ટ સહિતના જુદા જુદા મુદ્દાઓ પર વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. આ સિવાય હાઇકોર્ટે અમદાવાદ મેગા કલીન એસોસીયેશન અને જોઇન્ટ ટાસ્ક ફેર્સને પણ ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. કોર્ટ સહાયક હેમાંગ શાહને પણ આ મામલે જવાબ રજૂ કરવાનો હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી શુક્રવારે રાખી હતી. ચીફ જસ્ટીસની ખંડપીઠે આ સત્તાધીશોને એવી પણ ટકોર કરી હતી કે, તમારા બધાનું કામ પકડો તો જાને..જેવું કામકાજ છે તમારા બધાનું. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આડા હાથે લીધુ હતુ અને જણાવ્યું હતું કે, તમારી જવાબદારીમાંથી છટકી શકો નહી કે, તમારી જવાબદારી જીપીસીબી પર ઢોળી શકો નહી. તમે આખા શહેરના કસ્ટાડિયન છો..તમારી જવાબદારી બને છે બધુ ધ્યાન રાખવાની.

Back to top button