અમદાવાદઃ GST ડેપ્યુટી કમિશનર JM પટેલની ટીમ પર ભ્રષ્ટાચારનાં આક્ષેપ; ગાડી પકડાય તો બાબુઓ 20થી 30% સુધીનો માંગે છે વ્યવહાર
27 ડિસેમ્બર 2024 અમદાવાદ; GST વિભાગ ઉપર અગાઉ અવારનવાર ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. જેમાં મલ્ટીનેશનલ કંપનીઓ જોડે કામ કરનાર ગુજરાતના વેપારીઓ તેમજ જીએસટી નંબર ધરાવનાર લોકોને વારંવાર કોઈને કોઈ રીતે સરકારી બાબુઓ દ્વારા ટકાવારી માટે હેરાન પરેશાન કરવામાં આવે છે. આ વખતે ડેપ્યુટી કમિશનર અપીલ ફોર મહેસાણાનાં JM પટેલ ઉપર ગંભીર આક્ષેપ થયા છે. અહીં તો કહેવત બની ચૂકી “પ્રસાદી આપો તો જ કામ થાય” ત્યારે ફરી એકવાર સ્ટેટ જીએસટી વિભાગમાં 20થી 30 % ટકાવારીનો મુદ્દો અમદાવાદમાં ગરમાયો છે. કઈ રીતે પોતાના અંગત લાભ માટે સરકારી તિજોરીને નુકસાન કરવામાં આવે છે. તથા ટકાવારીની આશાએ રાજ્યની આર્થિક સ્થિતિ સઘ્ધર બનાવવાને બદલે જાણી જોઈને નબળી પાડવામાં આવી રહી છે. ત્યારે મુખ્ય સવાલ એ ઉભો થાય છે કે શું GST વિભાગમાં ટકાવારી આપે છે તેને ઓર્ડર કરવામાં આવે છે આવો સમજીએ!
ડેપ્યુટી કમિશનર JM પટેલની ટીમ પર થયા આક્ષેપ
સૂત્રો પ્રમાણે મળતી માહિતી મુજબ અપીલ ફોર મહેસાણાનાં ડેપ્યુટી કમિશનર જે એમ પટેલની વર્ષો કોર્ટમાં અનેક અરજીઓ પેન્ડિંગ રાખવામાં આવી છે. જેમાં ઓર્ડર તો કરવામાં આવે છે પરંતુ તેમની નીચેના અધિકારીઓ ટકાવારી નક્કી કર્યા બાદ જ રિફંડ આપે છે. અને જ્યાં સુધી ટકાવારી ન આપવામાં આવે ત્યાં સુધી ન તો ઓર્ડર થાય છે, ન તો રિફંડ થાય છે. અને જો આ ટકાવારી વિશે નેગોશિયેબલની ચર્ચા કરવામાં આવે તો કવેરી કાઢીને નિર્દોષ વેપારીઓને કાયદાની આંટીઘૂંટીમાં દોડતા કરવામાં આવે છે. જેનાથી તોબા પોકારી જતા વેપારીઓએ હવે JM પટેલ જેવા અધિકારીઓ ઉપર મોરચો માંડે તો નવાઈ નહીં!
હાઇકોર્ટનાં આદેશની અવગણના; JM પટેલ કયારે આપશે જવાબ
અમદાવાદના એક અરજદાર મુજબ જે એમ પટેલની કોર્ટમાં હાઇકોર્ટના આદેશની પણ અવગણના કરવામાં આવે છે. હાઇકોર્ટ આદેશ તો કરે છે, પરંતુ જે એમ પટેલની નીચેનાં અધિકારીઓ મનમાની ચલાવી રહ્યા છે. જાણે તેમને કોઈ ઉપરથી ઓર્ડર આવી રહ્યા હોય! ત્યારે આવા ભ્રષ્ટ અધિકારીઓની યોગ્ય તપાસ થવી જોઈએ અને જો દોષિત સાબિત થાય તો તેમને નોકરી પરથી બરખાસ્ત કરી કડક સજા કરવી જોઈએ તેવી માંગણી હાલ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા મહાનગરોના વેપારીઓ કરી રહ્યા છે.
અંગત લાભ માટે સરકારી તિજોરી નુકસાન
સુત્રો આધારિત મળતી માહિતી મુજબ સ્ટેટ જીએસટી વિભાગમાં અનેક વર્ષો વીતી ગયા છતાં અપીલો પેન્ડિંગ રાખવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા ઓર્ડર કરવામાં આવે છે છતાં તેની સૂચનાઓનું ઉલ્લંઘન કરીને જીએસટી વિભાગનાં સરકારી બાબુઓ પ્રસાદી મેળવવાની આશાએ અપીલો પેન્ડિંગ રાખે છે. પોતાના આર્થિક લાભ માટે સરકારી તિજોરીને પાયમાલ બનાવવાની આ સરકારી બાબુઓની નીતિ હવે છતી થઈ છે. જેમાં 20થી 30% જેટલી ઓછામાં ઓછી પ્રસાદી માંગવામાં આવી રહી છે અને આ વિવાદ આજનો નથી પણ વર્ષોથી ચાલ્યો આવે છે. જીએસટી અધિકારીઓની ભ્રષ્ટાચાર કરવાની મોડસ ઓપરેન્ડી જોઈએ તો વ્યાપાર શરૂ કરવો તથા નવો જીએસટી નંબર મેળવવોએ ખૂબ જ મુશ્કેલ ભર્યો સાબિત થઇ રહ્યો છે.
GSTમાં 20થી 30%ની ‘પ્રસાદી આપો તો જ કામ થાય
અગાઉ CA એસોસિએશને કરેલા સર્વેમાં સામે આવ્યું છે કે રાજ્યની એકેય જીએસટી કચેરી ભ્રષ્ટાચારથી અછુતી રહી નથી. દરેક જગ્યાએ અને દરેક તબક્કે વેપારીઓ લૂંટાઈ રહ્યા છે. પછી તે નવું રજિસ્ટ્રેશન હોય, રિફંડ હોય કે એસેસમેન્ટ હોય અધિકારીઓની ટકાવારી દરેક જગ્યા છે. ખાસ કરીને રિફંડ ઇશ્યુ કરવામાં સૌથી વધુ ભ્રષ્ટાચાર છે. અગાઉ સુરત CA એસોસિયેશન દ્વારા ગંભીર આરોપ મુકાયા છે કે SGSTમાં 20થી 30%ની ‘પ્રસાદી આપો તો જ કામ થાય છે. આમ, જીએસટી વિભાગમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો ઉઠી છે. રિફંડ ઇશ્યુ કરવામાં જ અધિકારીઓ લાંચ લે છે.
નાણાંમંત્રી અને GSTના ઉચ્ચ અધિકારીને થશે ફરિયાદ
અગાઉ થયેલા એક રિસર્ચ મુજબ C અને SGSTમાં અંદાજે મહિને 10થી 12 હજાર જેટલી નવી અરજીઓ આવે છે, એટલે સરેરાશ એકથી સવા લાખ જેટલા નવા નંબર દર વર્ષે આવતા હોય છે અને સામે અનેક નંબર કેન્સલ પણ થતા હોય છે. જેને લઈને ફરી એકવાર આ હેરાનગતિને દૂર કરવા નાણાંમંત્રી અને GSTના ઉચ્ચ અધિકારીને લેખિતમાં પત્ર લખી ફરિયાદ કરાઈ શકે છે.
સળગતા સવાલ! ક્યારે આવશે નિરાકરણ?
GST વિભાગમાં વર્ષોથી અપીલો પેન્ડિંગ
બાબુઓ 20થી 30% સુધીનો માંગે છે વ્યવહાર
ડેપ્યુટી કમિશનર અપીલ ફોર મહેસાણા ઉપર થયા છે આક્ષેપ
JM પટેલની કોર્ટમાં અનેક અરજીઓ પડી છે પેન્ડિંગ
કોર્ટના આદેશની અવગણના, JM પટેલ આપશે જવાબ
નિર્દોષ વેપારીઓ બની રહ્યા છે ટકાવારીનો ભોગ: સૂત્રો
ક્યાં સુધી ચાલશે ટકાવારીનો વ્યવહાર?
શું ટકાવારી આપે એને જ થાય છે ઓર્ડર?
હાઇકોર્ટની સૂચનાઓ થઈ રહ્યું છે ઉલ્લંઘન
ખિસ્સા ભરવા માટે સરકારી તિજોરીને નુકસાન
MNC કંપની સાથે કામ કરનારાઓને કરાય છે હેરાન
ક્યાં સુધી ચાલશે ટકાવારીનો વ્યવહાર?