ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ: ઈસ્કોન બ્રીજ પર નવના મોતની ઘટનામાં વપરાયેલી તથ્ય કાંડની જેગુઆર કારનો વિવાદ

  • હાઇકોર્ટમાં થયેલી આ અરજીને પગલે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક નવો જ વળાંક આવ્યો
  • જેગુઆર કારનો મુદ્દામાલ મુકત કરવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો
  • ટ્રાયલ કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અરજી કરાઇ તેમાં ક્રિશ વારીયાની સહી જ નથી

અમદાવાદમાં ઈસ્કોન બ્રીજ પર નવના મોતની ઘટનામાં વપરાયેલી તથ્ય કાંડની જેગુઆર કારનો વિવાદ સામે આવ્યો છે. જેમાં ચર્ચા છે કે તથ્ય કાંડની જેગુઆર બોગસ સહી કરીને પોલીસના કબજામાંથી કોઈ છોડાવી ગયું છે. મૂળ માલિક ક્રિશ વરિયાની સહી વિના જ ગાડી છોડાવતા HCમાં અરજી થઈ છે. તેમજ ટ્રાયલ કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અરજી કરાઇ તેમાં ક્રિશ વારીયાની સહી જ નથી.

આ પણ વાંચો: અમદાવાદમાં દાણચોરોની સિન્ડિકેટમાં સામેલ કસ્ટમની મહિલા સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યા સસ્પેન્ડ

જેગુઆર કારનો મુદ્દામાલ મુકત કરવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો

ઇસ્કોન બ્રિજ પર નવ નિર્દોષ લોકોને ઉડાવી દઇ મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલની જેગુઆર કારનો મુદ્દામાલ મુકત કરવાના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. રિટ અરજીમાં એવો ચોંકાવનારો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વાસ્તવમાં ગુનામાં ઉપયોગમાં લેવાયેલી આ જેગુઆર કાર ક્રિશ વારીયાની છે અને ટ્રાયલ કોર્ટમાં મુદ્દામાલ છોડાવવા અરજી કરાઇ તેમાં ક્રિશ વારીયાની સહી જ નથી, બીજા કોઇએ સહી કરી ગાડી છોડાવી લીધી છે. આમ ગુજરાત હાઇકોર્ટમાં થયેલી આ અરજીને પગલે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. આ અરજીની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

નીચલી કોર્ટેનો ગાડી છોડવાનો હુકમ પણ ગેરકાયદે અને રદબાતલ થવા પાત્ર ઠરે

અરજદારપક્ષ તરફ્થી ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, વર્ષ 2023ના જુલાઈમાં તથ્ય પ્રજ્ઞેશ પટેલે ઇસ્કોન બ્રિજ પર બેફામ રીતે અને બેદરકારીપૂર્વક જેગુઆર કાર હંકારી એકસાથે નવ લોકોને ઉડાવીને ગંભીર અકસ્માત સર્જયો હતો. આ કાર ભલે તથ્ય પટેલ ચલાવતો હતો પરંતુ કારનો માલિક ક્રિશ વારીયા છે. ગુનામાં વપરાયેલી આ કાર પોલીસે મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી. તેથી કારનો કબ્જો મેળવવા ક્રિશ વારીયા તરફ્થી ટ્રાયલ કોર્ટમાં અરજી કરાઇ હતી પરંતુ આ અરજીમાં તેના બદલે કોઇ બીજાએ જ સહી કરી હતી. કોઇપણ ફોજદારી પરચૂરણ અરજીમાં ટ્રાયલ કોર્ટમાં જે તે અરજદારે રજિસ્ટ્રાર સમક્ષ સોગંદનામું રજૂ કરવુ પડે ત્યારબાદ જ ફાઇલીંગ શકય બને પરંતુ ટ્રાયલ કોર્ટમાં ગાડી છોડાવવા કરાયેલી અરજીમાં રજિસ્ટ્રાર સમક્ષ આવું કોઇ સોગંદનામું જ થયુ નથી. નીચલી કોર્ટેનો ગાડી છોડવાનો હુકમ પણ ગેરકાયદે અને રદબાતલ થવા પાત્ર ઠરે છે.

Back to top button