અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમધ્ય ગુજરાત

અમદાવાદઃ ગોમતીપુરમાં પૌરાણિક દેરાસરમાંથી 600 વર્ષ જૂની પ્રતિમા રાતો-રાત હટાવી દેવાતા વિવાદ; ગૃહમંત્રી અમિત શાહને કરાઈ રજુઆત

18 ફેબ્રુઆરી 2005 અમદાવાદ: શહેરના ગોમતીપુર ખાતેના કાંકરિયા પૂર્વ મેટ્રો સ્ટેશન પાસે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતેથી 600 વર્ષ જૂની ગુરુ દાદા ભગવાનની પ્રતિમા શીલજની આર્યમાન સોસાયટી ખાતે લઈ જવાતા જૈન સમાજે મોટી સંખ્યામાં ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. આ અંગે રવિવારે રાતે 300થી વધુ જૈન સમાજના લોકો ગોમતીપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. આ વિવાદમાં જૈન સમાજે દેરાસર ટ્રસ્ટ અને રત્નમણી ગ્રુપ ગ્રુપના બિલ્ડર પ્રકાશભાઈ જૈન ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે. આ વિવાદ અંગે જવાબદાર લોકો પર ફરિયાદ નોંધવા માટે માંગણી કરી હતી. આવો આ સમગ્ર વિવાદની વિગતવાર ચર્ચા કરીએ.

પ્રતિમાને અંગત સ્વાર્થ માટે લઈ જવાઇ: જૈન સમાજ
જૈન સમાજના અગ્રણીએ એચડી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રત્નમણી ગ્રુપના બિલ્ડર પ્રકાશભાઈ જૈન દ્વારા શહેરના કાંકરિયા મેટ્રો સ્ટેશન પાસે આવેલા ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતેથી 600 વર્ષ જૂની ગુરુ દાદા ભગવાનની પ્રતિમાને પોતાના અંગત સ્વાર્થ માટે શીલજ ખાતે લઈ જવામાં આવી છે. અમારું આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. સમગ્ર અમદાવાદનો જૈન સમાજ ચિંતામણી પાર્શ્વનાથ જૈન દેરાસર ખાતે ગુરુ દાદા ભગવાનના દર્શન કરવા વર્ષોથી આવે છે. અમારી આસ્થા પેઢીઓથી આ દેરાસર સાથે જોડાયેલી છે. 2014થી પ્રકાશ જૈન નામના બિલ્ડર આ મૂર્તિ શીલજ પાસે ખસેડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. પરંતુ અમારા વિસ્તારની પાસે મુસ્લિમ સમાજ પણ મોટી સંખ્યામાં રહે છે. જેથી 2014થી ચાલી આવેલી આ અમારી લડતમાં અમને સાથ સહકાર આપે છે. પરંતુ હાલ પોલીસના બંદોબસ્ત સાથે ગુરુ દાદા ભગવાનની પ્રતિમાને લઈ જવાતા અમદાવાદના સમગ્ર જૈન સમાજને આઘાત લાગ્યો છે.

બિલ્ડરને 200 કરોડ ખર્ચી નાખવા પડે તો ફેર પડે તેમ નથી
વધુ વિગત આપતા તેમણે જણાવ્યું હતું કે રત્નમડી ગ્રુપના બિલ્ડર પ્રકાશભાઈ જૈનને શીલજમાં બહુ મોટા પાય આર્યમાન નામની રેસીડેન્સીયલ સ્કીમ બનાવી રહ્યા છે. અને ત્યાં તેમણે પોતાના ગ્રાહકોને રાજ્યનું સૌથી પૌરાણિક દેરાસર અહીંયા બનશે તેવું કમિટમેન્ટ આપ્યું છે. જેથી તે મંદિરમાં આ પ્રતિમાને મુકવા માટે ત્યાં લઈ જવામાં આવી છે. જો બિલ્ડર ગુરુ દાદા ભગવાનની આ પ્રતિમા ત્યાં મુકે તો ફ્લેટોની કિંમતમાં અઢી ગણો વધારો થઈ જશે. આ કરવામાં જો કદાચ બિલ્ડરને 200 કરોડ ખર્ચી નાખવા પડે તોપણ કોઈ ફેર પડે તેમ નથી. ખાસ કરીને પીડીત પક્ષનો એવો દાવો છે કે દેરાસર ટ્રસ્ટ દ્વારા મોટી રકમ મેળવીને આ પ્રતિમાનો સોદો કરાયો છે. શ્રદ્ધાળુઓ સાથે વિશ્વાસઘાત કરાયો છે. આખા અમદાવાદના જૈન સમાજની આસ્થા સાથે ખિલવાડ કરવામાં છે. આ અંગે રતમડી ગ્રુપના બિલ્ડર પ્રકાશભાઈ જૈન તથા દેરાસરના ટ્રસ્ટીઓની યોગ્ય પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવે ત્યારે જ ન્યાય મળી શકે તેમ છે.

ઝોન DCP સાથે જૈન સમાજે મુલાકાત કરી
અત્રે ઉલ્લેખનીય છે કે જૈન સમાજે મોટી સંખ્યામાં ભેગા થઈને પોલીસને કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી છે અરજીઓ આપી છે. ગઈકાલે ડીસીપી ઝોન સાથે પણ આ અંગે મુલાકાત કરવામાં આવી છે અને ડીસીપી દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાનો ભરોસો આપવામાં આવ્યો છે. વધુમાં જો ન્યાય ન મળે તો આ અંગે જૈન સમાજ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવા જશે.

Back to top button