ગુજરાતટ્રેન્ડિંગ

અમદાવાદ : થલતેજના પાર્ટી પ્લોટમાં ધૂળેટીના દિવસે ફાયર વિભાગે ટેન્કર મોકલતા વિવાદ

Text To Speech
  • રેઈન ડાન્સ માટે વોટર ટેન્કર મોકલનારા ફાયર કર્મચારીઓને શોકોઝ અપાશે
  • આ બાબતે તપાસ સમિતિની રચના કરાઈ હોવાનુ આધારભૂત સૂત્રોએ જણાવ્યું
  • આ ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થતા કાર્યવાહી કરાઇ છે

અમદાવાદમાં ધૂળેટીના દિવસે થલતેજના એક પાર્ટી પ્લોટમાં રેઈનડાન્સ કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમ માટે એક સરકારી અધિકારીના ફોનના આધારે રેઈન ડાન્સ માટે વોટર ટેન્કર મોકલનારા ફાયર કર્મચારીઓને શોકોઝ અપાશે.

આ બાબતે તપાસ સમિતિની રચના કરાઈ હોવાનુ આધારભૂત સૂત્રોએ જણાવ્યું

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઘણાં વર્ષોથી ધૂળેટી પર્વ નિમિત્તે ફાયર વિભાગની વોટર ટેન્કર મોકલવાનુ બંધ કરાયુ છે. છતાં કયા કારણથી અને કોના કહેવાથી રેઈન ડાન્સ કાર્યક્રમ માટે ફાયર વિભાગનુ વોટર ટેન્કર પાર્ટી પ્લોટમાં મોકલાયુ આ બાબતે તપાસ સમિતિની રચના કરાઈ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

જાણો શું હતી ઘટના

થલતેજમાં આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે ધૂળેટીના દિવસે રેઈનડાન્સ કાર્યક્રમનુ આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમા કૃત્રિમ વરસાદ વરસાવવા માટે થઈને એક સરકારી અધિકારીએ ફાયર વિભાગના અધિકારીનો સંપર્ક કર્યો હતો. ફાયર વિભાગના અધિકારીએ ઉચ્ચ અધિકારીને જાણ કરતા પાર્ટી પ્લોટમાં ફાયર વિભાગના ત્રણ કર્મચારીઓ વોટર ટેન્કર લઈને પહોંચ્યા હતા. આ ઘટના સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ફાયર વિભાગ તરફથી ઘટનાની તપાસ માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેટીવ ટીમની રચના કરી તપાસ શરૂ કરાઈ છે.

આ પણ વાંચો: ગોંડલ : રાજકુમાર જાટના મોતનો મામલો લોકસભામાં ગાજ્યો, CBI પાસે તપાસની માંગ

Back to top button