અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ: વિધાનસભામાં રજૂ થયેલ પંચાયતીરાજનાં રિપોર્ટ અંગે કોંગ્રેસની પ્રતિક્રિયા કહ્યું; મંજૂરી વગર જ 3404 કરોડની રકમ સગેવગે

1 માર્ચ 2025 અમદાવાદ; 28 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાત વિધાનસભામાં પંચાયતી રાજનો રાજ્ય સરકાર દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જે અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ પક્ષ તરફથી પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે પંચાયતી રાજનું મોડલ ગુજરાતે આપ્યું અને એમાં જ મોટા પાયે ભ્રષ્ટાચાર થયું છે તેવા આંકડા સામે આવ્યા છે. જ્યારે રાજ્ય સરકારના આ રિપોર્ટને ગ્રામ પંચાયતના વિકાસનો રિપોર્ટ તરીકે ગણવામાં આવ્યો છે. આરોપ પ્રતિ આરોપ વિશે કોંગ્રેસ પ્રવક્તાએ કેવી પ્રતિક્રિયા આપી છે સમજીએ વિગતવાર!

બળવંતરાય મહેતાની સરકારે પંચાયતી રાજનું મોડલ આપ્યું
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ગઈકાલે રજૂ થયેલા પંચાયતી રાજના અહેવાલમાં ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને યાદ કરતા કહ્યું હતું કે સમગ્ર દેશની અંદર નાના નાના ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત સ્થાનિક કક્ષાએ ગામના લોકોને વધુને વધુ સપોર્ટ મળે, વિકાસ કરવાની તક મળે, સુવિધા મળે સાથે સત્તાનું વિકેન્દ્રીકરણ થાય તેવા શુભ હેતુથી શરૂ થયેલા ગુજરાતે દેશને બળવંતરાય મહેતાની સરકારમાં પંચાયતી રાજનું મોડલ આપ્યું હતું. ત્યારે આ પંચાયતી રાજમાં જે રીતે ગઈકાલે વિધાનસભામાં અહેવાલ રજૂ થયો ત્યારે મોટાપયે ય વિવિધ ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયતોમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારો ઉજાગર કરે છે. હજી આ અહેવાલ તો 2016/17 અને 18નાં આવી રહ્યા છે.

ગુજરાતને 1100 કરોડનું નુકસાન કરાયું: કોંગ્રેસ
પ્રવક્તા ઉમેર્યું હતું કે સરકારે પોતે નાણાપંચની સ્થાપના ન કરવાને કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન કર્યું, પંચાયતના નામે નાણા અપાવવાને બદલે પંચાયતની સત્તા ઉપર કાપ મૂકીને કેન્દ્રીયકરણ કર્યું. જેમાં ભ્રષ્ટાચારનું પણ કેન્દ્રીયકરણ થયું છે. તેમણે જણાવ્યું જે અહેવાલ આવ્યો છે તે અહેવાલમાં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર 3404 કરોડ રૂપિયા જેટલી માતબર રકમો પંચાયતોમાંથી વપરાઇને બારોબાર સગેવગે થઈ ગઈ છે. કરોડો રૂપિયાના કામો બારોબાર સ્થળ પર દેખાયા વિનાજ બારોબાર ઉધાર થઈ ગયા. આ કરોડો રૂપિયા દરેક પંચાયતોમાં વપરાવવાના બદલે બારોબાર ચાઉ થઈ ગયા છે.

ભ્રષ્ટાચારનો કેગ ઓડિટ થવો જરૂરી
મનીષ દોશીએ ઉમેર્યું હતું કે અમદાવાદમાં વાઉચર વગર કામ થયા, અનેક તાલુકા અને જિલ્લા પંચાયતમાં કામ વગર પૈસા ચૂકવાઈ ગયા છે. જેથી તેમણે કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકારમાં થયેલ ભ્રષ્ટાચારનો કેગ ઓડિટ થવો જરૂરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની ભાજપ સરકાર દ્વારા પંચાયતી રાજના રિપોર્ટમાં ગામડાઓના વિકાસ ઉપર વધારે જોર આપવામાં આવ્યું છે. રાજ્યમાં હાઈ ટેક ગામ બનાવવાના પ્રયાસો રાજ્યની અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે. ગુજરાત એક વિકાસ મોડલ તરીકે ઉભરી આવ્યું હોય તેઓ શાસન રાજ્ય સરકાર દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે વિરોધ પક્ષ દ્વારા રજૂ થયેલા રિપોર્ટ ઉપર ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે. કરાયેલા આક્ષેપોમાં એટલું સત્ય છે? જો તેની યોગ્ય તપાસ થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે.

Back to top button