અમદાવાદએજ્યુકેશનગુજરાતટ્રેન્ડિંગમનોરંજનમીડિયાવર્લ્ડવિશેષસંવાદનો હેલ્લારો

અમદાવાદઃ NIMCJ ખાતે વિદ્યાર્થીઓ માટે યોજાયેલા ભવાઈ તાલીમ વર્ગની પૂર્ણાહુતિ

Text To Speech
NIMCJ વર્કશોપ: HDNews
NIMCJ વર્કશોપ: photo by NIMCJ

અમદાવાદ, 7 ડિસેમ્બર, 2024: નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ (NIMCJ) અમદાવાદ ખાતે સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે યોજાયેલા એક સપ્તાહના ભવાઈ તાલીમ વર્ગની આજે, શનિવારે પૂર્ણાહુતિ થઈ હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ લોકનાટ્યના વિવિધ રૂપોની પ્રસ્તુતિ કરી હતી.

NIMCJ વર્કશોપ: HDNews
NIMCJ વર્કશોપ: photo by NIMCJ

વિદ્યાર્થીઓએ ચંદ્રકાંત ચી.મહેતાની વાર્તા “કાજીનો વેશ” પર આધારિત સાંપ્રત ભ્રષ્ટાચાર પર કટાક્ષ કરતો વેશ ભજવ્યો હતો.

આ તાલીમ વર્ગની વિશેષતા એ રહી કે આફ્રિકન દેશોમાંથી અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થીઓએ ભવાઈનો આનંદ તો માણ્યો સાથે સાથે આફ્રિકાના મસાઈ આદિવાસીઓની પરંપરા અને રિવાજો પર પ્રકાશ ફેંકતી લોકનાટીકા પણ ભજવી હતી.

NIMCJ વર્કશોપ: HDNews
NIMCJ વર્કશોપ: photo by NIMCJ

સમગ્ર તાલીમ વર્ગ પ્રા.ચિરાગ પારેખના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. તાલીમવર્ગ બાદ વિદ્યાર્થીઓની પ્રસ્તુતિને પ્રાધ્યાપકો અને વિદ્યાર્થીગણે માણી હતી.

આ પણ વાંચોઃ આવાસ, આરોગ્ય અને અન્ન-રાશન જેવડી મોટી યોજનાઓ વિશ્વમાં બીજે ક્યાંય નથીઃ અમિત શાહ

તમામ સમાચારથી અપડેટ રહેવા અમારી વૉટ્સએપ ચૅનલમાં જોડાવ – લિંક –
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button