અમદાવાદ: વડાપ્રધાન મોદીના ભવ્ય રોડ-શોની સંપૂર્ણ જાણકારી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમદાવાદ ખાતે કાલે બપોર ૩:૦૦ વાગ્યાથી તમામ 16 સીટોને સાંકળતો ભવ્ય રોડ-શો યોજાશે. રોડ-શોનો સંભવિત રુટ નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ રહેશે.
આ પણ વાંચો: મારા જેવા ગરીબના દીકરાને કોંગ્રેસે પ્રદેશ અધ્યક્ષ બનાવ્યો: જગદીશ ઠાકોર
1 અને 2 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે
ઉલ્લેખનીય છે કે અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભુલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા પર રોડ-શો પુરો થશે.
અમદાવાદમાં PM મોદી રોડ-શો અને સભા સંબોધન કરશે
1 અને 2 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી ગુજરાત પ્રવાસે આવશે. જેમાં પહેલા તબક્કાના મતદાન સમયે ગુજરાતમાં પ્રચાર કરશે. તેમાં 1 ડિસેમ્બરે કાલોલ, છોટાઉદેપુર, હિંમતનગરમાં સભા કરશે. તથા સભા બાદ ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે. તેમજ 2 ડિસેમ્બરે દિયોદર, પાટણસ સોજીત્રામાં સભા કરશે. તથા અમદાવાદમાં PM મોદી રોડ-શો અને સભા સંબોધન કરશે.
આ પણ વાંચો: ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર કેમ છે? ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું આ મોટું કારણ
સભા બાદ ગાંધીનગરમાં કરશે રાત્રી રોકાણ
ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં 1 ડિસેમ્બરે 89 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. દરેક રાજકીય પાર્ટીઓ જોરદાર ચૂંટણી પ્રચાર કરી રહી છે. આ વખતે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળવાનો છે. ત્યારે ભાજપના પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળી છે. પીએમ મોદી પ્રથમ તબક્કા માટે ગુજરાતના અનેક વિસ્તારોમાં અનેક રેલીઓ સંબોધિત કરી ચુક્યા છે. હવે બીજા તબક્કાના મતદાન માટે વડાપ્રધાન મોદી રેલીઓ અને સભા સંબોધન કરવાના છે.
2 ડિસેમ્બરે દિયોદર, પાટણસ સોજીત્રામાં સભા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી 1 ડિસેમ્બરે કલોલ, છોટાઉદેપુર, હિંમતનગરમાં સભા કરશે. તથા સભા બાદ ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે. બીજા તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને જંગી રેલીઓને સંબોધન કરશે.