- ફટાકડા ફોડવા માટે રાત્રે માત્ર 2 કલાકનો જ સમય નક્કી
- રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી
- જાહેરનામાનો ભંગ કરનારની સામે પણ કડક કાર્યવાહી
અમદાવાદ શહેરમાં દિવાળીમાં ફટાકડા ફોડવા માટે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અમદાવાદીઓએ દિવાળીમાં ફટાકડા ક્યારે ફોડવા, નિયમો અને ટાઈમલાઈન આવી ગયા છે. જેમાં દિવાળીને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું છે કે ફટાકડા ફોડવા પર માત્ર 2 કલાકની જ છૂટ છે. તેમાં રાત્રિ 8થી 10 સુધી જ ફટાકડા ફોડી શકાશે.
આ પણ વાંચો: અમદાવાદમાં હવાનું પ્રદુષણ વધ્યું, આ વિસ્તાર બન્યો બિન આરોગ્ય યુક્ત
ફટાકડા ફોડવા માટે રાત્રે માત્ર 2 કલાકનો જ સમય નક્કી
અમદાવાદમાં દિવાળીમાં ફટાકડા ફોડવા માટે રાત્રે માત્ર 2 કલાકનો જ સમય નક્કી કરવામાં આવ્યો છે. રાત્રિના 8થી 10 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે.
આ પણ વાંચો: પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં ફંડ આપનાર 200થી વધુ હરિભક્તો ઇડીના સંકજામાં
જાહેરનામાનો ભંગ કરનારની સામે પણ કડક કાર્યવાહી
મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગ દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં દિવાળીમાં અમદાવાદીઓ માટે ફટાકડાં ફોડવાનો ટાઈમ નક્કી કરવામાં આવ્યો છે. શનિવારે અમદાવાદ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડીને આ બાબતને લઈને જાણકારી આપી છે. પોલીસના જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેરમાં ફક્ત બે કલાક સુધી જ ફટાકડા ફોડવાની છૂટ આપવામાં આવી છે એટલે કે રાતના 8 થી 10માં જ ફટાકડાં ફોડી શકાશે આ ઉપરાંત જાહેરનામાનો ભંગ કરનારની સામે પણ કડક કાર્યવાહી કરવાની પોલીસે ચેતવણી ઉચ્ચારી છે.
125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડી શકાશે
એક અન્ય નિયમ અનુસાર 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડી શકાશે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી બીજા અન્ય પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જેના ઉપરાંત શહેરમાં બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. જેની સાથે જ ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસરા અમુક સ્થળો પર ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જેમાં હોસ્પિટલ, કોર્ટ,નર્સિંગ હોમ અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ધાર્મિક સ્થળે ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પોલીસે લોકોને આ જાહેરનામાનો કડકાઈથી અમલ કરવાની તાકીદ કરી છે.