NAAC દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટીની ‘સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને” A+ ગ્રેડ
અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલને NAAC (National Assessment And Accreditation Council) દ્વારા A+ ગ્રેડ સાથે 5 વર્ષ માટે પ્રતિષ્ઠિત માન્યતા એનાયત કરવામાં આવી છે. વધુમાં NAAC દ્વારા ગુણવત્તાસભર માળખાકીય સુવિધાઓ માટે 4.00 માંથી માન્યતા પ્રક્રિયામાં 3.44 પોઈન્ટ મેળવનારી અમદાવાદની સરકારી ડેન્ટર કૉલેજ અને હોસ્પિટલ સમગ્ર દેશની એકમાત્ર સંસ્થા બની જવા પામી છે.
આ પણ વાંચો : ગુજરાત આજથી ઠંડીના વધુ એક રાઉન્ડનો પ્રારંભ, તાપમના 3 થી 5 ડિગ્રી નીચે જશે
આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં સર્વાંગી વિકાસ કરીને માળખાકીય સેવાઓને શ્રેષ્ઠત્તમ બનાવી છે. જેના પરિણામ સ્વરૂપ આ સિધ્ધિ હાંસલ થઇ છે. રાજ્યમાં ઉપબબ્ધ શ્રેષ્ઠત્તમ અને ગુણવત્તાસભર માળખાકીય સેવાઓ નાગરિકોની સુખાકારીમાં વધારો કરી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ડેન્ટલ હોસ્પિટલના ડીન ડૉ.ગિરીશ પરમારે વધુ વિગતો આપતા જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશીતાના પરિણામે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આકાર પામેલું મેડિસીટી મેડિકલ ક્ષેત્રે સેવા, સુવિધા અને સારવાર સંલગ્ન અનેક કિર્તીમાન સ્થાપિત કર્યા છે.
આ પણ વાંચો : અમદાવાદ: ઉદ્યોગપતિને વર્ચ્યુઅલ સેક્સની લાલચે ક્લીપ બનાવી રૂ.2.70 કરોડ પડાવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ સિવિલ મેડિસીટીની ડેન્ટલ હોસ્પિટલે આ મહત્વની સિધ્ધિ હાંસલ કરી છે. ભારતમાં 313 ડેન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાંથી, ફક્ત 30 જેટલી જ NAAC દ્વારા માન્યતા પ્રાપ્ત છે. જેમાંથી કેરળમાં માત્ર એકને 3.30 પોઈન્ટ સાથે A+ ગ્રેડ મળ્યો છે. જેથી અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલે માળખાકીય સુવિધાઓની શ્રેષ્ઠતાના પરિણામે NAAC દ્વારા 3.44૪ પોઇન્ટસ મેળવીને ઇતિહાસ રચ્યો છે તેમ જણાવ્યું હતુ. વધુમાં ઉમેરકા જણાવ્યુ હતુ કે બીજા તકક્કામાં NABH માન્યતા પુષ્ટિ માટે 3 વર્ષ મળ્યા છે.
NAACની ટીમ દ્વારા તા. 4 અને 5 જાન્યુઆરી- 2023૩ના રોજ અમદાવાદની સરકારી ડેન્ટલ હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં હોસ્પિટલ અને કૉલેજમાં ઉપલબ્ધ ઉચ્ચ ગુણવત્તાસભર સારવાર પધ્ધતિ તેમજ ડેન્ટર વિષયોમાં અભ્યાસક્રમોને લગતી સંલગ્ન શૈક્ષણિક તથા મૂલ્યાંકન પધ્ધતિઓ ડેવલપ કરવી, ડેન્ટલ આરોગ્યમાળખાને ઉચ્ચસ્તરીય બનાવવાની દિશામાં કરવામાં આવી રહેલા પ્રયાસો અને સંશોધનોને વધુ પ્રાધાન્ય આપી વિદ્યાર્થી તેમજ ફેકલ્ટીને વધુને વધુ પ્રોત્સાહન પાપ્ત થાય તે દિશામાં સંસ્થાએ કરેલા પ્રયાસો, સંસ્થાના માળખાકીય અને વહીવટી માળખાને ઉચ્ચસ્તરીય અને સુચારૂ બનાવવાની દિશામાં કરવામાં આવેલ કામગીરીનું ઝીણવટભર્યું મૂલ્યાંકન કર્યા બાદ આ ગ્રેડ આપવામાં આવ્યો છે.
અમદાવાદની સરકારી ડેન્ટલ કૉલેજ અને હોસ્પિટલમાં વર્ષ 2022 માં 1 લાખ 31 હજાર 771 દર્દીઓ ઓ.પી.ડી. સેવાનો લાભ મેળવ્યો છે. જ્યારે છેલ્લા 5 વર્ષમાં અંદાજીત 7 લાખ 15 હજાર દર્દીઓએ દાંત, મોં સંબંધિત સમસ્યાનું સફળતાપૂર્ણ નિદાન અને સારવારનો લાભ મેળવ્યો છે. આ પાંચ વર્ષ દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાંથી 792 જટીલ અને 4549 સામાન્ય આમ કુલ 5341 જેટલી સર્જરી હોસ્પિટલના તબીબો દ્વારા સફળતાપૂર્ણ પાર પાડવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ મેડિસીટીની સરકારી ડેન્ટલ હોસ્પિટલ ભારતની શ્રેષ્ઠત્તમ સરકારી સંસ્થાઓમાંથી એક છે જેના પરિણામે જ અગાઉ આ હોસ્પિટલને NIRF રેન્કિંગ અને સ્કોચ ‘ગોલ્ડ’ એવોર્ડ એનાયત થયેલ છે.