અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રૂ. 40 કરોડના ખર્ચે 840 પથારીનું આશ્રય ગૃહ બનાવવાશે

Text To Speech

એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે દર્દીઓના સબંધીઓ માટે 840 બેડનું આશ્રયસ્થાન બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેથી દર્દીઓની સાથે આવનારા લોકોને પણ હોસ્પિટલમાં કોઈ મુશ્કેલી નહી પડે.

અમદાવાદ સિવિલમાં 840 પથારીનું રેઈન બસેરા બનશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓ સાથે ફક્ત બે સબંધિઓને રહેવાની મંજૂરી આપવામાં આવે છે, જ્યારે અન્યને પરિસરની અંદર હોસ્પિટલની ઇમારતની બહાર રહેવું પડે છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દર્દીના સબંધીએ જણાવ્યું હતુ કે “હોસ્પિટલ બિલ્ડિંગની બહાર એક પણ શૌચાલય નથી. એક સમયે માત્ર બે એટેન્ડન્ટને અંદર જવાની મંજૂરી છે, તેથી બાકીના લોકોએ બહાર રાહ જોવી પડે છે. અને કોઈક વાર તો શૌચાલય માટે કલાકો સુધી રાહ જોવી પડે છે.” ત્યારે દર્દીઓના સંબંધીઓની આવી મુશ્કેલીઓને દૂર કરવા માટે ACH અધિકારીઓ હોસ્પિટલના પરિસરમાં રૂ. 40 કરોડના ખર્ચે 840 પથારીનું રેઈન બસેરા બનાવી રહ્યા છે જેનું કામ 12 મહિનામાં પૂર્ણ થઈ જશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલ-humdekhengenews

ACH સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ આપી વિગતો

ACH સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યુ હતુ કે “દર્દીઓના બે સગાંઓ માટે વૉર્ડની અંદર અથવા હૉસ્પિટલની બિલ્ડિંગની અંદર શૌચાલયની સુવિધા હોય છે. જેથી અમે દર્દીઓના સંબંધીઓ માટે 840 પથારીનો રેઈન બસેરા (આશ્રય ગૃહ) બનાવીને ટૂંક સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવીશું. આ આશ્રય ગૃહ એક વર્ષમાં તૈયાર થઈ જશે.”

આશ્રયગૃહમાં આ સુવિધાઓ હશે ઉપલબ્ધ

મેડિસિટી કેમ્પસ, જ્યાં ACH અન્ય કેટલાક સુપરસ્પેશિયાલિટી હેલ્થ યુનિટ્સ સાથે સ્થિત છે, તેની ક્ષમતા 7,400 પથારીની છે, પરંતુ સંબંધીઓના આશ્રય માટે માત્ર 80 પથારી જ ઉપલબ્ધ છે. આ આશ્રયગૃહમાં બેઝમેન્ટ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર અને ઉપરના આઠ માળ સાથેનું નવું 840 બેડ શેલ્ટર ત્રણ બ્લોકમાં 24,436 ચોરસ મીટરનું બિલ્ટ-અપ એરિયા ધરાવતું હશે. અને તેમાં 280 બેઠકોવાળી કેન્ટીન પણ બનાવાશે અને ગ્રાઉન્ડ ફ્લોર પર આઠ દુકાનો માટે જગ્યા ઉપલબ્ધ કરાશે. તેમજ ભોંયરામાં 58 ફોર-વ્હીલર અને 91 ટુ-વ્હીલર માટે પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે.

આ પણ વાંચો : શાનદાર સદી બાદ વિરાટ કોહલીના હેલ્થ અંગે અનુષ્કા શર્માએ કર્યો મોટો ખુલાસો

Back to top button