મધ્ય ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલને મળ્યું 1.28 કરોડનું દાન

Text To Speech

દેશ વિદેશમાં પ્રખ્યાત એવી અમદાવાદની સિવિલ હોસ્પિટલને જે.એમ. ફાયનાન્સિયલ ફાઉન્ડેશન કંપની તરફથી રૂ. 1.28 કરોડના સાધનોનું દાન મળ્યું છે. આમાંના મોટાભાગનાં સાધનો બાળ સર્જરી વિભાગને ઉપયોગી થશે. હોસ્પિટલના મેડિકલ સુપરિટેન્ડેટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જે.એમ. ફાયનાન્સિયલ ફાઉન્ડેશનના ચેરમેન નિમેશ કમ્પા અને પૂજા દવેએ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ આ દાન આપ્યું હતું. અગાઉ પણ આ કંપની દ્વારા હોસ્પિટલને ડિજિટલ એક્સ-રે મશીન દાનમાં આપવામાં આવ્યું હતું, જેના કારણે અત્યાર સુધીમાં 1.25 લાખથી વધુ એક્સ-રે કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : ગુજરાત: રૂા.1100 કરોડના GST કૌભાંડનો પર્દાફાશ થશે

જે.એમ. ફાયનાન્સિયલ ફાઉન્ડેશન કંપની દ્વારા ગુરુવારે દાનમાં આપવામાં આવેલા સાધનો અને મશીનોમાં 23 લાખની કિંમતનું હાઇ ફ્રિકવન્સી સી આર્મ મશીન છે. બાળરોગના દર્દીઓમાંથી 40 ટકા દર્દીઓને આ મશીનથી તપાસવા માટે ઉપયોગી નીવડશે. 25 લાખની કિંમતનો વીડિયો ગેસ્ટ્રોસ્કોપ છે. આ મશીન એવા બાળકોની તપાસ કરવા માટે મહત્વપૂર્ણ છે કે જેઓ અજાણતાં કોઈપણ વસ્તુ જેમ કે સિક્કો, પિન અથવા અન્ય ગળી જાય છે. 6 લાખ રૂપિયાના બે મેડિકલ ગ્રેટ મોનિટર, 5 લાખ રૂપિયાના બે ઓપરેશન ટેબલ, 32 લાખ રૂપિયાના બે એનેસ્થેસિયા વર્ક સ્ટેશન પણ દાનમાં આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલ આ માત્ર ગુજરાત જ નહિ પણ સમગ્ર એશિયાની પહેલા નંબરની હોસ્પિટલ છે, અહી દેશ વિદેશના દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.

Back to top button