અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોકરીની તક, વાંચો સંપૂર્ણ વિગતો

Text To Speech
  • હેલ્થકેર સેક્ટરમાં કારકિર્દીમાં રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ પર ભરતી
  • લાયકાત ધરાવતા ઉમેદવારો 16 મે સુધી અરજી કરી શકશે

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નોકરી કરવા ઈચ્છતા યુવક યુવતીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ પોસ્ટ પર ભરતી બહાર પાડવામા આવી છે. સિવિલ હોસ્પિટલે આ અંગે નોટિફિકેશન બહાર પાડી જાણકારી આપી છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમા નોકરીની જાહેરાત

હેલ્થકેર સેક્ટરમાં કારકિર્દીની તક શોધી રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ પર વર્ષની સૌથી મોટી ભરતી આવી ગઈ છે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદ ઘ્વારા 15 એપ્રિલ 2023 ના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવી હતી. જેમા જણાવ્યા મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કુલ 1156 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામા આવી છે. હોસ્પિટલમાં વિવિધ પોસ્ટ પર 16 મે સુધી અરજી કરી શકાશે.

હોસ્પિટલ જોબ-humdekhengenews

અરજી કરવા માટે લાયકાત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ જગ્યા પર ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરુ થઈ છે. અરજી કરવાની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ છે. મહત્તમ વય મર્યાદા અરજી કરેલ પોસ્ટના આધારે બદલાય છે. આ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર જાહેરાતમાં ઉલ્લેખિત શૈક્ષણિક અને અન્ય લાયકાત પૂરી કરવી આવશ્યક છે. વિવિધ પોસ્ટ્સ માટે લાયકાતના માપદંડો અલગ અલગ છે.

જાણો ક્યા ડોક્યુમેન્ટ આપવા પડશે

અરજી કરવા માટે આધારકાર્ડ,કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ, અભ્યાસની માર્કશીટ, , 2 ફોટો,સહીતથા અન્ય ડોક્યુમેન્ટ આપવાના રહેશે. રસ ધરાવતા ઉમેદવારોને ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર સિવિલ હોસ્પિટલ અમદાવાદની સત્તાવાર વેબસાઈટ https://ikdrc-its.org/ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ પણ વાંચો : કેનેડામાં ગુજરાતી યુવની લાશ મળી, અભ્યાસ અર્થે ગયેલ અમદાવાદના 26 વર્ષીય યુવકનું મોત

Back to top button