મધ્ય ગુજરાત

32 ગ્રામ મેફેડ્રોન સાથે એક આરોપીને પકડી પાડતી અમદાવાદ શહેર SOG

Text To Speech

અમદાવાદ શહેરમાં ડ્રગ્સનું ચલણ જે રીતે વધી રહ્યું છે ત્યારે આજરોજ અમદાવાદ શહેર એસઓજી ને એક આરોપી પકડવામાં સફળતા મળી છે. અમદાવાદ એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીને બાતમી મળી હતી જેના આધારે પીઆઇ એ.ડી. પરમાર તથા ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી છે.

આ પણ વાંચો : અમદાવાદને IIM થી લઈ ટાગોર હોલ સુધીની વિવિધ ડિઝાઈન આપનાર બી.વી.દોશીનું નિધન
SOG - Humdekhengenewsમળતી માહિતી મુજબ અમદાવાદ શહેર ના સારંગપુર ટાંકી નજીક, સારંગપુર બસ ટર્મિનલ ની બાજુમાં આવેલ જાહેર શૌચાલય આગળથી આરોપી અબ્દુલ વજીદ ને ઝડપી પડ્યો હતો. આજરોજ ડીસીપી જેરાજસિંહ વાળાએ મીડિયા સંબોધન કરતાં કહ્યું હતું કે આરોપીના 7 થી 8 જેટલા ગ્રાહકો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે અને આરોપી જાન નામથી કોઈ નંબર સેવ કરેલો છે જે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.SOG - Humdekhengenewsઆરોપી અબ્દુલ પાસેથી એસઓજી ને 32 ગ્રામ મેફેડ્રોનનો જથ્થો જેની બજાર કિંમત રૂપિયા 3,24,600/- જેટલી છે. આ જથ્થો અને અન્ય બીજી કજિજ વસ્તુઓ સાથે આરોપી હાલ પોલીસ કસ્ટડીમાં છે. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે. ડ્રગ્સના મુખ્ય પેડલર કોણ છે અને આ ડ્રગ્સ ગુજરાતમાં કોણ ઘૂસાડી રહ્યું છે તેનાથી પોલીસ હજુ બહુ દૂર હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ દેખાય છે.

આ પણ વાંચો : કાતિલ બનતી ઠંડીના કારણે બિમારીનો કહેર, પ્રથમવાર સોલા સિવિલમાં ઠંડીના લીધે રેકોર્ડ બ્રેક કેસો

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અમદાવાદમાં મેફેડ્રોન ડ્રગ્સ વસ્ત્રાપુર પોલીસ દ્વારા પણ પકડવામાં આવ્યું હતુ. જે રીતે શહેરમાં ડ્રગ્સનું ચલણ વધી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને જ કદાચ સિંધુભવન રોડ પર નાર્કોટિક્સ પોલીસ મથક બનવા જઇ રહ્યું છે.

Back to top button