ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતના આ શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસ આવ્યા

Text To Speech

અમદાવાદમાં સૌથી વધુ કેસ કોરોનાના નોંધાયા છે. પોઝિટિવ કેસની વધતી સંખ્યાના મામલે ગુજરાતમાં અમદાવાદ સૌથી આગળ છે. ચાલુ સપ્તાહે ગુરુવાર સુધીમાં અમદાવાદમાં 53 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. એટલે કે 55% પણ વધુ કેસ અમદાવાદ જીલ્લામાં અને ખાસ કરી કોર્પોરેશનની હદમાં આવી રહ્યા છે.

કોરોનાના દૈનિક કેસની સંખ્યામા સતત વધારો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસની સંખ્યામા સતત વધારો થઈ રહ્યો છે. સિંગલ ડિજિટમાં નોધાતા કેસ કેટલાક દિવસથી ડબલ ડિજિટમાં નોધાઈ રહ્યાં છે. સાંજના પાંચ વાગ્યા સુધીના વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 30 કેસ નોંધાયા છે. જેમાં એકલા અમદાવાદ શહેરમાં જ 12 કેસ નોંધાયા છે. આ સિવાય રાજકોટ, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં નવા 2-2 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના દૈનિક કેસની સંખ્યામા વધારો થતાં એક્ટિવ કેસમાં પણ ઝડપથી ઉછાળો આવ્યો છે.

રવિવારે રાજ્યમાં 23 કેસ નોંધાયા હતા અને 11 દર્દી સાજા થયાં

છેલ્લી સ્થિતિ મુજબ રાજ્યમાં કુલ 136 દર્દી સારવાર હેઠળ છે. જેમાથી નાજુક સ્થિતિના કારણે 2 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. 24 કલાકમાં સારવાર દરમિયાન 6 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી હતી. રવિવારે રાજ્યમાં 23 કેસ નોંધાયા હતા અને 11 દર્દી સાજા થયાં હતા.

સુરતના કાપોદ્રામાં 60 વર્ષની વૃદ્ધાનું કોરોનાથી મોત થયું

સુરતના કાપોદ્રામાં 60 વર્ષની વૃદ્ધાનું કોરોનાથી મોત થયું છે. વૃદ્ધાને 12 દિવસથી શ્વાસ લેવામાં તકલીફ હતી અને પરિવારના તમામ સાત સભ્યો અને સંપર્કમાં આવેલા લોકોના રિપોર્ટ લેવાયા હતા. 15 વ્યક્તિના ટેસ્ટ કરાયા પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. છેલ્લા બે જ દિવસમાં સુરતમાં કોરોનાના 3 કેસ નોંધાયા છે જેમના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે.

Back to top button