ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદ: રિવરફ્રન્ટ પર બાળકો ડ્રગ્સ લઈ રહ્યા છે, ‘ગોગો’ પાઇપ તથા અન્ય ચીજો મળી – કોંગ્રેસ નેતા

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ડ્રગ્સ લેવાતું હોવાના કોંગ્રેસના આક્ષેપને પગલે હોબાળો થયો છે. જેમાં મ્યુનિ.માં હંગામો થયો હતો. તેમાં ડે.મેયરને પાઈપ અપાતા બબાલ થઇ હતી. તથા બોર્ડ સમેટાયું હતુ. જેમાં વિપક્ષી નેતા પાસેથી પાઈપ ઝૂંટવી લેતા ભાજપ-કોંગ્રેસના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપી થઇ હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોનાનો પગપેસારો, આ શહેરમાં વિદેશથી આવેલ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

સ્વચ્છ એવોર્ડને ખરીદી હોય તેવો આક્ષેપ પણ કર્યો

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ આજ પ્રથમ વખત અમદાવાદ કોર્પોરેશનું જનરલ બોર્ડ મળ્યું હતું. જેમાં કોર્પોરેશનના વિપક્ષ નેતાએ કમિશનરના કામને લઈને આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે અમદાવાદ શહેરને ત્રણ મહિના પહેલા મળેલા સ્વચ્છ એવોર્ડને ખરીદી હોય તેવો આક્ષેપ પણ કર્યો હતો. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર યુવાનો ડ્રગ્સ લઈ રહ્યા છે તેવા ગંભીર આક્ષેપથી બોર્ડમાં મારે હંગામો જોવા મળ્યો હતો.

શાસક અને વિપક્ષના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભામાં સાબરમતી રિવરફ્રન્ટ પર ડ્રગ્સ વેચાતું હોવાનો વિપક્ષી નેતાએ આક્ષેપ કરવા સાથે ડ્રગ્સ લેવા માટે ઉપયોગમાં લેવાતી પાઈપ ‘ગોગો’ રજૂ કરવાને પગલે શાસક પક્ષ દ્વારા પોલીસને ફરિયાદ કરવાનું કહેતા હોબાળો થયો હતો. અને વિપક્ષી નેતા શેહજાદખાને ડ્રગ્સ માટે વપરાતી પાઈપ ડેપ્યુટી મેયરને મોકલાવી હતી, પરંતુ આ ખાલી પાઈપનો ‘દુરુપયોગ’ થવાની શક્યતાને ધ્યાનમાં લઈને શેહજાદખાને ડાયસ પર જઈને તે પાઈપ પાછી લઈ લેતાં ભાજપના કેટલાંક કોર્પોરેટરોએ વિપક્ષી નેતા પાસેથી પાઈપ ‘ઝૂંટવી લેવાનો પ્રયાસ’ કરતાં શાસક અને વિપક્ષના કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા અને ભારે ધાંધલ-ધમાલ વચ્ચે મ્યુનિ. બોર્ડ સમેટી લેવાયું હતું.

આ પણ વાંચો: ગુજરાતના લાખો લોકોને થશે ફાયદો, BU વગરના બાંઘકામ કાયદેસર કરાશે

ભાજપના કોર્પોરેટરો મૂંગામંતર બનીને બેસી રહ્યા

ઝીરો અવરમાં વિપક્ષી નેતા શેહજાદખાને જણાવ્યું હતું કે, એએમસીની પ્રિમાઈસીસ એવા સાબરમતી રિવરફ્રન્ટ પર પેન્થર સિક્યુરિટી એજન્સીના 373 માણસો ત્રણ શિફ્ટમાં ફરજ બજાવે છે. આમ છતાં રિવરફ્રન્ટ પર યુવાનો ડ્રગ્સ લઈ રહ્યા છે અને ડ્રગ્સ લેવા માટે વપરાતી પાઈપ ‘ગોગો’ તથા અન્ય ચીજો વેરાયેલી પડી હોય છે. ડ્રગ્સ લેતા યુવાધનને બચાવવા અંગે ચિતાં વ્યક્ત કરીને યોગ્ય પગલાં લેવાની તેમણે અપીલ કરી હતી. પ્રોપર્ટીના નામ ટ્રાન્સફર ફીમાં 300 ટકાનો વધારો કરવા મામલે શેહજાદખાન અને જૈનિક વકીલ વચ્ચે સામસામે આક્ષેપો થયા હતા અને આ વિષયમાં કોઈ સમજણ નહીં પડતી હોવાથી ભાજપના કોર્પોરેટરો મૂંગામંતર બનીને બેસી રહ્યા હતા. શહેરમાં સફાઈ કામગીરી માટે લેવાઈ રહેલા પગલાં બદલ કમિશનરની પ્રશંસા કરાઈ હતી.

Back to top button