અમદાવાદઃ 1600 થી વધુ શહેર તથા ગ્રામ્યની સ્કૂલોમાં હાથ ધરાશે ચેકિંગ; NOC ન હોય તો કાર્યવાહી કરવાના આદેશ
અમદાવાદ 28 મે 2024: હદય કંપાવી દે તેવું રાજકોટ અગ્નિકાંડનો બનાવ બન્યા બાદ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના જિલ્લાઓમાં સ્કૂલ તથા ફાયર એનઓસી વગર ચાલતા એકમોમાં તંત્રએ તપાસ શરૂ કરી છે. ત્યારે અમદાવાદ શહેર તથા ગ્રામ્ય ની મળીને કુલ 1600 સ્કૂલ એવી છે કે જ્યાં ડીઈઓ વિભાગ દ્વારા ફાયર એનઓસી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવશે. અને જો ક્યાંય ચૂક હશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
150 જેટલી સ્કૂલોમાં કરાયું ચેકિંગ
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તંત્ર સફાળે જાગ્યું છે તેવામાં અમદાવાદ શહેર ગ્રામ્યની કુલ 20 જેટલી ટીમો અલગ અલગ જગ્યાએ ચેકિંગ હાથ ધરી રહી છે. ત્યારે એક ટીમ રોજ 5 સ્કૂલોમાં ચેકિંગ કરી રહી છે. સ્કૂલોની ફાયર NOCની મુદત આગામી એક મહિનામાં પૂર્ણ થવાની હોય તેમને ફાયર NOC રીન્યુ કરાવવા પણ આદેશ કરવામાં આવ્યો છે. જોકે હજુ 10 દિવસ સુધી આ પ્રકારે ચેકિંગ કરવામાં આવશે.
10 દિવસ સુધી ચેકિંગ ચાલુ રહેશે: DEO
DEO અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, ગઈકાલે 100 સ્કૂલોમા ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે પ્રમાણે રોજ 20 ટીમ દ્વારા 100 સ્કૂલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 10 દિવસ સુધી ચેકિંગ ચાલુ રહેશે. આ તમામ સ્કૂલોના ડેટા મેળવીને શિક્ષણ વિભાગને પણ આપવામાં આવશે. આ ચેકિંગ દરમિયાન કોઈ સ્કૂલની ખામી દેખાશે તો સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવશે.
રાજકોટ અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનેલા અગ્નિકાંડ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાઓમાં હવે સ્કૂલોમાં પણ ફાયર સેફ્ટી અને ફાયર એનઓસીને લઈને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં પણ ગઈકાલે 150 જેટલી સ્કૂલોમાં ચેકિંગ કરવામાં ગઈકાલના ચેકિંગમાં બઘી સ્કૂલોમાં ફાયર NOC-સેફ્ટીના સાધનો હતા