અમદાવાદ: ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી ચાર્જિંગ માટે મુકતા પહેલા સાવધાન
- સિદ્વશિલા ફ્લેટમાં ચાર્જિંગમાં મૂકેલી બેટરી ફાટતા આગ લાગી
- ઘરમાં શોર્ટ સર્કિટ થતાં બેટરી ધડાકાભેર ફાટી હતી
- ધડાકા સાથે આગ લાગી હોવાનું ફાયરની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ
ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી ચાર્જિંગ માટે મુકતા પહેલા સાવધાન રહેજો. જેમાં અમદાવાદમાં વાસણાના સિદ્વશિલા ફ્લેટમાં ચાર્જિંગમાં મૂકેલી બેટરી ફાટતા આગ લાગી હતી. ઈલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી ચાર્જિંગ માટે મૂકી હતી ત્યારે શોર્ટ સર્કિટ થયુ હતુ. જેમાં માતા બે સંતાનો સાથે બારીની છત પર ચડી જતા બચાવ થયો હતો અને ફાયર વિભાગે રેસ્ક્યૂ કર્યા હતા.
આ પણ વાંચો: ગુજરાત: ડ્રગ્સ માટે વપરાતા લિક્વિડ ટ્રામાડોલના આરોપીઓની સંડોવણીમાં થયો મોટો ખુલાસો
ધડાકા સાથે આગ લાગી હોવાનું ફાયરની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ
આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફલેટમાં અફરાતફરી મચી હતી. વાસણા બેરેજ રોડ પર આવેલ સિદ્ધશિલા ફ્લેટના ત્રીજા માળે એક મકાનમાં અચાનક જ ધડાકા સાથે આગ લાગી હતી. આગથી બચવા માટે પરિવારના ત્રણ સભ્યો બારીની છત ઉપર ચડી ગયા હતા. આગની જાણ થતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને ત્રણેય વ્યકિતઓનું રેસ્ક્યૂ કર્યું હતું. ઘરમાં જ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી ચાર્જિંગમાં મૂકી હતી ત્યારે તેમાં શોર્ટ સર્કિટ થતાં ધડાકા સાથે આગ લાગી હોવાનું ફાયરની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે.
શોર્ટ સર્કિટ થતાં બેટરી ધડાકાભેર ફાટી હતી
વાસણા બેરેજ રોડ પર આવેલ સિદ્ધશિલા ફલેટમાં પરિવાર સાથે રહેતા ભૂમિકાબેન શાહના ઘરે ઇલેક્ટ્રિક ટુ વ્હીલર હોવાથી તેની બેટરી ચાર્જ કરવા વહેલી સવારે મૂકી હતી. તેમાં શોર્ટ સર્કિટ થતાં બેટરી ધડાકાભેર ફાટી હતી. જેના કારણે મકાનમાં આગ લાગતા ભૂમિકાબેન અને તેમના બે સંતાનો બેડરૂમનો દરવાજો બંધ કરીને જીવ બચાવવા માટે બારીની છત પર જતા રહ્યા હતા. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફલેટમાં અફરાતફરી મચી હતી.